GSTની એડવાઇઝરીથી વેપારીઓને મોટી રાહત:અપીલ માટે હવે વધારાના દસ ટકા હવે ભરવા નહીં પડે

Gujarat4/5/2026, 12:00:42 AM
જે વેપારીઓને એસેસમેન્ટ ઓર્ડર સામે અપીલમાં જવા માગતા હતા તેઓને ડીઆરસી-03માં ટેકસની ભરપાઈ કરી હોવા છતાં અપીલમાં જવા માટે વધારાના દસ ટકા માગવામા આવતા તે મુદ્દે હવે જીએસટી વિભાગે એડવાઇઝરી જાહેર કરીને વેપારીઓને મોટી રાહત આપી દીધી છે. હવેથી અપીલમા જવા માટે દસ ટકા ભરવા નહી પડે. એડવોકેટ કૃણાલ આઇસક્રિમવાલાએ કહ્યું કે સૌથી પહેલા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, હવે જે ફેરફાર આવ્યો છે તે મુજબ આવા કેસમાં ડિમાન્ડ ઓર્ડર સામે સુધારા એટલે કે રેક્ટિફિકેશન ફાઇલ કરવું પડશે. જે તે એડ્જ્યુકેટ અધિકારીની સમક્ષ આ ડિમાન્ડ ઓર્ડર સામે ભરેલ ડીઆરસી-03 ટેક્સ આ નોટિસ ડિમાન્ડ સામે જવાબદારી ડિટરમાઇન કરી ઓર્ડર પાસ કરવો પડશે. અ્ને ત્યારબાદઆ અપીલ-1 ફાઇલ કરી શકશે, જેથી ફરી જીએસટી પોર્ટલ દસ ટકા ટેક્સ ડિમાન્ડ માગી શકશે નહીં. અગાઉ વેપારી ટેક્સ ડીઆરસી-3થી ચુકવ્યો હોય છે પરંતુ જીએસટી પોર્ટલ સિસ્ટમ પર આ બિહેવિયર સમજી શકતું નથી અને ટેકસ ડિમાન્ડ ઝીરો હોય તો તે સીધું પેનલ્ટીના દસ ટકા ગણતું હોય છે. અપીલમાં જવા માટે દસ ટકા ન ભરે તો અપીલ કરી શકતા ન હતા.
Read Original Article →