મહારાષ્ટ્ર સરકારના નકલી પત્રો બનાવ્યા:સરકારી ક્વોટા હેઠળ ફ્લેટની લાલચ આપી 2 કરોડ પડાવ્યા
સુરત: મુંબઈમાં સરકારી ક્વોટા હેઠળ સસ્તો ફ્લેટની લાલચ આપીને 2.15 કરોડથી વધુની છેતરપિંડી કરાઇ હતી. ટોળકીએ નકલી દસ્તાવેજો અને સરકારી અધિકારીઓના નામોનો દુરુપયોગ કરીને મહિલાનો વિશ્વાસ જીતી કરોડો પડાવી લીધા હતા.. રામપુરા મેઈન રોડ પર રહેતા અને ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા પ્રયાગ વિનુભાઈ જરીવાલાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની બહેન અલ્પાબેન પ્રજ્ઞેશભાઈ લાખલાણીને આરોપીઓએ સરકારી ક્વોટામાં ઓછી કિંમતે મુંબઈમાં ફ્લેટ અપાવવાની લાલચ આપી હતી. આરોપીઓમાં મુંબઈના કોલાબા ખાતે રહેતા પુરુષોત્તમ પ્રભાકર ચવ્હાણ, નગર વિકાસ વિભાગ સાથે જોડાયેલો હોવાનું કહેતા દીપક મોરે અને ઉમેશ માંજરેકર સામેલ છે. મહારાષ્ટ્ર સરકારના નકલી પત્રો બનાવ્યા આરોપીઓએ 2017થી 2022 દરમિયાન અલ્પાબેન પાસેથી કુલ 2.15 કરોડ લઇ મુંબઈના દાદર સ્થિત ‘આઈસીસી-1 આઈલેન્ડ સિટી સેન્ટર’માં ફ્લેટ એલોટ કરાયાના નકલી દસ્તાવેજો આપ્યા હતા. આ દસ્તાવેજોમાં દીપક મોરેને મહારાષ્ટ્ર સરકારના નગર વિકાસ વિભાગના સચિવ દર્શાવીને સરકારી પ્રક્રિયા ચાલતી હોવાનો ભરોસો અપાયો હતો.તપાસ કરતાં આ ફ્લેટ સરકારી ક્વોટામાં હતો જ નહીં અને દસ્તાવેજ બોગસ હતા
Read Original Article →