CMAI દ્વારા મુંબઈમાં યોજાયો ફેબ્રિક શો:CMAIના ફેબ્રિક શોમાં સુરતના 65 કાપડ ઉત્પાદકોએ ભાગ લીધો
સુરત ક્લોથિંગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા એસએમએઆઈ દ્વારા મુંબઈના નેસકોમાં સસ્ટેનેબિલિટી થીમ સાથે ફેબશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના 65થી વધુ કાપડ ઉત્પાદકોએ ભાગ લીધો હતો. આ ફેબશોમાં દેશ-વિદેશના 255 જાણીતા એક્ઝિબ્યુટર્સે ભાગ લીધો હતો. આ એક્ઝિબીશનમાં અંદાજીત 2700 કરોડનો બિઝનેસ જનરેટ થવાની સંભાવાન છે. સીએમએઆઈ ગુજરાત રિઝન પ્રેસિડેન્ટ અજોય ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, ‘આ વખતે ફેબશોનું મુખ્ય આકર્ષણ તેની સસ્ટેનેબિલિટી થીમ હતું, જે વર્તમાન સમયમાં ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. પર્યાવરણને અનુકૂળ ફેબ્રિક, રિસાયકલ મટીરિયલ્સ અને એનર્જી-એફિશિયન્ટ ઉત્પાદન પ્રક્રિયાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સુરતના સ્ટોલ્સ પર નોંધપાત્ર ભીડ જોવા મળી હતી, જે દર્શાવે છે કે માર્કેટમાં સુરતના ફેબ્રિક અને ગારમેન્ટ્સ માટે મજબૂત માંગ છે.
Read Original Article →