31 વર્ષમાં પહેલી વખત વરાછા બેન્કમાં ચૂંટણી:ડેટા પ્રોડેક્શન એક્ટના લીધે ઉમેદવારોને મતદારોના મોબાઈલ નંબર ન અપાયા
વરાછા કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં આ વર્ષે વિધાનસભા અને લોકસભા ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે. બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી યોજાઈ રહી છે. બેંકના બોર્ડની કુલ 15 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં સત્તાધારી પેનલના 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેમાં 2 મહિલા અને 1 એસસી-એસટી ઉમેદવારનો સમાવેશ થાય છે. હવે બાકી રહેલી 12 બેઠકો માટે 5મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. સત્તાધારી પેનલના 12 ઉમેદવારો અને અન્ય પેનલમાં 5 ઉમેદવારો મેદાનમાં છે. જો કે, 7 ઉમેદવારો હતા જેમાંથી 2 ઉમેદવારોએ સત્તાધારી પેનલને ટેકો જાહેર કર્યો છે. આ ચૂંટણીમાં કુલ અંદાજે 53,300 સભાસદો મતદાન કરી શકશે. ડેટા પ્રોટેક્શન એક્ટ હોવાથી સભાસદોના કોન્ટેક્ટ નંબર તેમને આપવામાં આવ્યા ન હતાં. છતાં ચૂંટણી લડતી પેનલોએ મતદારો સુધી પહોંચવા માટે અલગ-અલગ રીતો અપનાવી હતી. આ માટે અંદાજે 200 જેટલા કાર્યકરોને કામે લગાડવામાં આવ્યા હતા અને વિવિધ પદ્ધતિઓ દ્વારા અંદાજે 25 હજાર મતદારો સુધી સંપર્ક સાધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 25 હજાર મતદારોનો સંપર્ક કર્યો સહકાર પેનલ સામે અન્ય ઉમેદવારો
Read Original Article →