5 વીઘામાં ‘સંસ્કૃતિ ધામ’ બનશે:વડીલ વંદના: 4 હજાર વડીલોની પરિક્રમા કરાઇ ધોરણ પારડીમાં નિર્માણ કરાશે ‘માવતર ભવન’

Gujarat6/3/2026, 12:16:48 AM
5 વીઘામાં ‘સંસ્કૃતિ ધામ’ બનશે:વડીલ વંદના: 4 હજાર વડીલોની પરિક્રમા કરાઇ ધોરણ પારડીમાં નિર્માણ કરાશે ‘માવતર ભવન’
“એ ક્ષણ પણ ભક્તિ કહેવાય જ્યારે માણસ માણસના કામ આવે” - આ સૂત્રને સાર્થક કરતો એક અનોખો અને ભાવસભર કાર્યક્રમ વરાછામાં યોજાયો હતો. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1 જૂનના રોજ મોટા વરાછાના રામવાડી પાર્ટી પ્લોટ ખાતે ‘વડીલ વંદના-5’ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં જન્મની નોંધણી ન થવાને કારણે બર્થ સર્ટિફિકેટ ન હોય અને જે વડીલોને પોતાની સાચી જન્મતારીખ યાદ નહોતી, તેવા 4,000 વડીલોની જન્મતારીખ ‘1 જૂન’ ગણીને સંસ્થા દ્વારા સામૂહિક જન્મદિવસની અદ્ભુત ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગ હજારો વડીલો માટે આનંદ, સન્માન અને આશીર્વાદનો મહાઉત્સવ બની રહ્યો હતો. કાર્યક્રમમાં તમામ વડીલોનું તિલક, પુષ્પવર્ષા અને પરિક્રમા દ્વારા ભાવભીનું સન્માન કરાયું હતું. ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આધ્યાત્મિક વાતાવરણ દ્વારા વડીલોને યાદગાર પળોની ભેટ આપવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ અંકિત બુટાણીએ જણાવ્યું હતું કે, દિન-દુખિયાનો આધાર બનવું એ જ સાચી જીવન ભક્તિ છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 85 ધાર્મિક યાત્રા કરાવીને 8,500થી વધુ વડીલોને તીર્થાટન કરાવાયું છે. 5 વીઘામાં ‘સંસ્કૃતિ ધામ’ બનશે સંસ્થા દ્વારા ધોરણ પારડી ગામે નિર્માણાધીન “સંસ્કૃતિ ધામ” પ્રોજેક્ટની માહિતી અપાઈ હતી. 5વીઘામાં માવતર ભવન, અતિથિ ભવન, ગૌશાળા, યજ્ઞશાળા, સત્સંગ ભવન, રામજી મંદિર, ભોજનાલય અને વડીલ કેર સેન્ટર જેવી તમામ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે, વડીલોની સેવા સનાતન સંસ્કૃતિ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે, વડીલોની સેવા એ જ સાચી સનાતન સંસ્કૃતિ છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભલાળાએ જણાવ્યું હતું કે, મંદિરોની જેમ આશ્રમો જરૂરી છે. જેથી વડીલો જીવન સંધ્યાએ મનની શાંતિ મેળવી શકે.
Read Original Article →