મિલકતોમાં નાણાં રોક્યાંની શંકા:દાઉદના સાથી સલીમ ડોલાના નાર્કોટિક્સ નેટવર્ક ઉપર EDના 20 સ્થળોએ દરોડા
ઈડીએ આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ તસ્કરી સિન્ડિકેટ સામે કાર્યવાહી કરતાં મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત કુલ 20 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને કુખ્યાત નાર્કોટિક્સ તસ્કર સલીમ ઇસ્માઈલ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કરાઇ હતી. હાલમાં તુર્કીથી ભારત લવાયેલા સલીમ ડોલાની પૂછપરછ બાદ ઈડીએ આ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયરો, ડ્રગ્સ તસ્કરો, હવાલા ઓપરેટરો તેમજ બેનામી મિલકતો ધરાવતા વ્યક્તિઓને તપાસના દાયરામાં લેવામાં આવ્યા હતા. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ શરૂ કરી હતી. આ તપાસ મુંબઈમાં સલીમ ડોલા અને તેના સાગરિતો વિરુદ્ધ નોંધાયેલી વિવિધ એફઆઈઆરના આધારે શરૂ કરવામાં આવી હતી, જેમાં નશીલા પદાર્થો અને સાયકોટ્રોપિક દવાઓની ગેરકાયદે હેરાફેરીના ગંભીર આરોપો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ સંગઠિત આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક પ્રીકર્સર કેમિકલ્સની ખરીદી કરીને ગુપ્ત રીતે મેફેડ્રોન ઉત્પાદન કરતું હતું. ત્યાર બાદ આ ડ્રગ્સનું આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિતરણ કરવામાં આવતું હતું. હવાલા મારફતે કરોડો ના ગેરકાયદે નાણાંની લેવડદેવડ કરીને તે નાણાંને વિવિધ સ્તરોમાં ફેરવવામાં આવતા હતા. ઈડીના જણાવ્યા અનુસાર તપાસમાં કેમિકલ ફેક્ટરીઓ, નાણાકીય સુવિધા પૂરી પાડતા લોકો, સીએ, હવાલા ઓપરેટરો અને બેનામી નામે મિલકતો ખરીદનારા લોકોની ભૂમિકાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મિલકતોમાં નાણાં રોક્યાંની શંકા ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં ખરીદવામાં આવેલી મિલકતોમાં પણ ગેરકાયદે નાણાં રોકાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર નેટવર્ક દ્વારા કરોડો રૂપિયાના ડ્રગ્સના કાળા નાણાંને કાયદેસર દેખાડવા માટે જટિલ મની લોન્ડરિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ED હાલ જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ પુરાવાઓ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. ગોરાટના બંધ ફ્લેટમાં તપાસ સુરત, અમદાવાદ, મુંબઈની પોશ મિલકતો અને ડ્રગના પૈસાથી બનેલી બેનામી પ્રોપર્ટી ખરીદી રહી છે. તપાસ હજુ ચાલુ છે. સુરતમાં ગોરાટરોડ જીમખાના પાસે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં તપાસ. એ ફ્લેટ સલીમ ડોલાએ ખરીદ્યો હતો, પણ શું જપ્ત કર્યું એ હજુ જાહેર નથી.
Read Original Article →