માનવતા-બુદ્ધિ બંને નેવે મૂકાયાં:ગણતરીદારનો ઓર્ડર રદ કરાવવા દિવ્યાંગે કલાકો ઊભા રહેવું પડ્યું
વસ્તી ગણતરી માટે 700 સ્ટાફની ઘટ પૂરી કરવા રઘવાયા બનેલા તંત્રે માનવતા-સામાન્ય બુદ્ધિ બંને નેવે મૂકી દીધા છે. 90% વિકલાંગતા ધરાવતા પોતાના જ ક્લાર્કને પાલિકાએ ઘરે-ઘરે જઈને વસ્તી ગણતરી કરવાનો ઓર્ડર આપ્યો છે. જ્યારે તે ઓર્ડર કેન્સલ કરાવવા સેન્સસ વિભાગે ગયો તો તેને કલાકો સુધી બહાર ઊભો રખાયો હતો. પરસેવે રેબઝેબ થઈ ગયેલા આ કર્મચારીને છેલ્લે એવું સંભળાવી દેવાયું કે, "અત્યારે કંઈ નહીં થાય, ઓર્ડર કેન્સલ કરાવવા 5મી તારીખે ફરી આવજો.’ જો કે, બાદમાં ઓર્ડર કેન્સલ કરી અપાયો હતો.
Read Original Article →