PM મોદીના આહવાનની અસર:કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાનો મોટો નિર્ણય, હવે પાયલોટિંગ કાર વગર જ ફરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઈંધણની બચત અને સંયમ જાળવવા માટે કરવામાં આવેલા નિવેદન બાદ સુરતના બે દિગ્ગજ નેતાઓએ મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પોતાની સુરક્ષામાં મળતી પાયલોટિંગ કારનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલના ભાવની અનિશ્ચિતતા વચ્ચે નિર્ણય
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેરાત કરી છે કે જ્યાં સુધી પેટ્રોલના ભાવને લઈ અનિશ્ચિતતાનો માહોલ હશે, ત્યાં સુધી તેઓ પાયલોટિંગ કારનો ઉપયોગ કરશે નહીં. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીઓને સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિશેષ સુવિધા આપવામાં આવે છે, પરંતુ ઈંધણ બચાવવાના હેતુથી તેમણે આ સુવિધા જતી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ જોડાયા
સી.આર. પાટીલની આ પહેલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ વડાપ્રધાનના નિવેદનને માન આપીને પાયલોટિંગ કાર સાથે ન રાખવાનો નિર્ણય લીધો છે. બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જનપ્રતિનિધિ તરીકે તેઓ ઈંધણની બચત કરી એક એક મહત્વનો નિર્ણય લીધો છે.
Read Original Article →