દક્ષિણ ગુજરાતની કોલેજો 5 આંગણવાડી દત્તક લેશે:કોલેજીયનો આંગણવાડીમાં ભૂલકાઓને ઘરની વસ્તુથી ભણાવી શિક્ષણના પાયો મજબૂત કરશે

Gujarat4/5/2026, 12:07:38 AM
શિક્ષણ મંત્રાલય અને UGCના આદેશ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આંગણવાડી દત્તક લેવાની તૈયારી શરૂ કરી છે. યુનિવર્સિટીએ દક્ષિણ ગુજરાતની કોલેજો પાસે તેમના વિસ્તારમાં આવતી પાંચ-પાંચ આંગણવાડીઓની વિગતો મંગાવી છે. આ ડેટાથી ટૂંક સમયમાં યોજનાનું અમલીકરણ માળખું બનશે. B.Ed, MSW, હોમ સાયન્સ અને મનોવિજ્ઞાન સાથે J.M.C.ના વિદ્યાર્થીઓ માટે પણ આંગણવાડીમાં ફિલ્ડવર્ક-ઇન્ટર્નશિપ મુકાશે. વિદ્યાર્થીઓ 3થી 6 વર્ષ સુધીના આંગણવાડીના ભૂલકાઓને ઘરની ચીજ-વસ્તુઓથી પ્લે-વે પદ્ધતિ દ્વારા શિક્ષણ આપશે. વિદ્યાર્થીઓને આ ફાયદો શિક્ષણ ગુણવત્તા સુધરશે કોલેજો પાસેથી આંગણવાડીઓની વિગતો મંગાવાઈ છે. જે આવ્યા બાદ પોલીસી બનાવાશે, શિક્ષણની ગુણવત્તા સુધરશે અને વિદ્યાર્થીઓને ફિલ્ડવર્કનો અનુભવ મળશે. > ડો. આર. સી. ગઢવી, કુલસચિવ, VNSGU બાળક વિકાસ માટે જરૂરી UGCના પત્ર બાદ તૈયારી શરૂ કરી છે. વિવિધ કોર્સના વિદ્યાર્થીઓથી આંગણવાડીના બાળકોને પાયાનું શિક્ષણ અને પોષણ મળશે, જે તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. > ડો. કે. એન. ચાવડા, કુલપતિ, VNSGU આ મેથડથી ભણાવવાશે આંગણવાડીમાં ફિલ્ડવર્ક કરનારા વિદ્યાર્થીઓને પ્રોફેસરો ટ્રેનિંગ આપશે. જેમાં પરંપરાગત ગોખણપટ્ટીને બદલે ફળ, શાકભાજી અને રમકડાં દ્વારા અક્ષરજ્ઞાન અને ગણિતના પાયાના ખ્યાલો સમજાવવામાં આવશે. બાળકોને લાંબા સમય સુધી યાદ રહે તે માટે મલ્ટી-સેન્સરી લર્નિંગ (જોઈને, સાંભળીને અને સ્પર્શ કરીને શીખવાની પદ્ધતિ) તેમજ વાર્તા અને ગીત-સંગીતનો ઉપયોગ કરાશે. એનિમેટેડ વાર્તાઓ અને કલરફુલ ચાર્ટ્સ દ્વારા બાળકોની એકાગ્રતા વધારવા પ્રયાસ થશે. કોલેજીયનો દર અઠવાડિયે બાળકોના બૌદ્ધિક વિકાસનું મૂલ્યાંકન કરી રિપોર્ટ તૈયાર કરશે, જ્યારે હોમ સાયન્સના વિદ્યાર્થીઓ બાળકોના ડાયટ ચાર્ટ અને પર્સનલ હાઈજીન પર ધ્યાન આપશે.
Read Original Article →