વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર:દિવસભર વાદળછાયું વાતાવરણ, આજે હળવા વરસાદની શક્યતા

Gujarat4/5/2026, 12:01:46 AM
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર:દિવસભર વાદળછાયું વાતાવરણ, આજે હળવા વરસાદની શક્યતા
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સૂર્યનારાયણ અને વાદળો વચ્ચેની સંતાકૂકડીને કારણે બપોરે ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 32° C અને લઘુત્તમ તાપમાન 25° C નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી શહેરીજનોએ બફારો અનુભવ્યો હતો. રવિવારે શહેર અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 25થી 30 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવા વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. રવિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન 32°C ની આસપાસ સ્થિર રહેશે. સપ્તાહના અંતે ગરમીનો પારો વધશે સોમવારથી ગુરુવાર સુધી તાપમાન 31° C થી 32 °Cની વચ્ચે રહેશે, જેથી ગરમીમાં કોઈ મોટો વધારો જોવા નહીં મળે. જોકે, શુક્રવારથી પારો ઉંચકાવાની શરૂઆત થશે અને તાપમાન 35°C સુધી પહોંચી શકે છે, કાળઝાળ ગરમી પડશે. 25થી 30 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવા વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. રવિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન 32°C ની આસપાસ સ્થિર રહેશે.
Read Original Article →