ભાસ્કર એક્સક્લુસિવ:કંબોડિયામાં CBI-કોર્ટના સેટ બનાવી ચીનીઓના ઈશારે વડીલોને ડિજિટલ એરેસ્ટ કરી કરોડોનું ફ્રોડ
સવારનો સમય છે, તમે શાંતિથી ચા પી રહ્યા છો અને અચાનક તમારા વીડિયો કોલ આવે છે. સ્ક્રીન પર દેખાય છે મુંબઈ ક્રાઇમબ્રાંચ કે CBIની ઓફિસ, પાછળ ભારત સરકારનો લોગો છે અને ખાખી વર્દીમાં બેસેલો ઓફિસર કહે કે તમારા નામે MD ડ્રગ્સનું પાર્સલ પકડાયું છે. તમે ડિજિટલ એરેસ્ટ છો. કેમેરો બંધ ન કરતા, નહીંતર પોલીસ ઘરે આવશે. આ રીતે ડરાવી સુરત સહિત દેશભરમાં લાખો વૃદ્ધો પાસેથી કંબોડિયામાં બેઠેલી ચાઇનીઝ ગેંગે કરોડો પડાવ્યા છે. કંબોડિયામાં આ ગેંગની ટ્રાન્સલેટર મૂળ હૈદરાબાદની યુવતીને સુરત સાઈબર ક્રાઈમે પકડી તો આ આંતરરાષ્ટ્રીય રેકેટ ખુલ્યું હતું. કંબોડિયામાં ભવ્યો ઓફિસોમાં ભારતની CBI-ઇડીની કચેરી, સુપ્રીમ કોર્ટ, મુંબઈ ક્રાઇમબ્રાંચના ફિલ્મી સેટ બનાવાયા છે. બેકગ્રાઉન્ડમાં નકલી જજ-વકીલો. પોલીસ કચેરીમાં નકલી અધિકારી તો CBI/EDમાં ફાઇલના ઢગલા છે. આથી વૃદ્ધો વર્દીમાં અધિકારીઓને જોઈ ડરી જાય છે અને રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. આબરું જવાનો ડર બતાવી લૂંટ
એકલા રહેતા વડીલોને કાયદાનો ડર બતાવી કલાકો સુધી વીડિયો કોલ પર ‘કેદ’ કરાય છે. પછી ફિલ્મીઢબે ધમકી અપાય છે કે તમારી આબરું એક મિનિટમાં ધૂળમાં મળી જશે., બચવું હોય તો રૂપિયા ટ્રાન્સફર કરો. કોઈને પણ કહ્યું તો જેલમાં જશો. 1 વર્ષમાં 4 વડીલોને ઉગારાયા
શહેરમાં 2024-2025માં નોંધાયેલા તમામ 15 ગુના ઉકેલ્યા છે, જેમાં પોલીસે 50ને સળિયા પાછળ ધકેલ્યા છે. છેલ્લા 1 વર્ષમાં 4 લોકોને ડિજિટલ અરેસ્ટથી બચાવ્યા છે, જેમાં 3 વૃદ્ધો છે. તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા 2 કરોડ બચ્યા છે.
Read Original Article →