વ્યાજના વિષચક્રમાં ફસાયો વેપારી:અઢી કરોડ વ્યાજ આપ્યા છતાં વ્યાજખોરે ત્રાસ આપતા વેપારીનો આપઘાતનો પ્રયાસ

Gujarat4/5/2026, 12:12:37 AM
90 લાખ સામે અઢી કરોડ વ્યાજ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરાતા અડાજણ પાટીયાના કાપડ વેપારીએ સલાબતપુરાની દરગાહ પાસે ઝેર પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. અડાજણ પાટીયા એટલાસ ખાતે રહેતા કાપડ વેપારી 48 વર્ષીય અલ્તાફ અશરફ ઓરાવાલાએ સલાબતપુરા દરગાહ પાસે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમના મિત્રને તેમને સિવિલ લઈ જવાતા દાખલ કરાયા છે. અલ્તાફભાઈના પુત્ર અબરારે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેમના પિતાએ જુનેદ યુનુસ ઓરાવાલા પાસેથી તેમના ભાઈને ધંધા માટે 90 લાખ વ્યાજે અપાવ્યા હતા. અઢી કરોડ વ્યાજ ચૂકવ્યા હતા. મિલકતો વેચીને પણ વ્યાજ ચૂકવ્યા છતાં જુનેદ દ્વારા તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરાતી હતી. ‘જુનેદના ત્રાસથી કંટાળી આ પગલું ભરી રહ્યો છું’ અલ્તાફભાઈએ આપઘાતનો પ્રયાસ કરવા પહેલા 3 પાનાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારાથી એક ભૂલ થઈ કે મેં મારા ભાઈ અને તેના પાર્ટનરને જુનેદ પાસેથી રૂપિયા અપાવ્યા. જુનેદ દ્વારા ઉઘરાણી અને સોસાયટીમાં આવીને ધમકી અપાતા તેઓ આ પગલું ભરી રહ્યા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.
Read Original Article →