ભાસ્કર એક્સક્લુસિવ:માપદંડો બદલાતાં ડ્રેનેજના 1200 કરોડના ટેન્ડર પર બ્રેક, મોટા વરાછા, ઉત્રાણમાં 3 વર્ષથી નેટવર્કના ફાંફાં

Gujarat4/6/2026, 1:00:11 AM
2020માં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ગટર લાઈન માટે 3 વર્ષથી ચાલતી કવાયત કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાને કારણે રોકી દેવાઈ છે. મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ અને વાલકમાં STP બનાવી લાઇન નાખવા 1200 કરોડના ટેન્ડર સોંપવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. STPમાં ટ્રીટ થઇ જળાશયોમાં છોડાતા પાણીમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD)ના માપદંડ હવે 5ને બદલે 10 રાખવાની સૂચના મળતાં ટેન્ડર સ્ક્રેપ કરી દેવાયા છે. ઉપરાંત નદીમાં જતું પાણી પહેલાં કરતા થોડું ઓછું શુદ્ધ થશે. સ્માર્ટ સિટી સુરતમાં નદી શુદ્ધિકરણ અને ગંદા પાણીના નિકાલ માટેની કામગીરીમાં મોટો વળાંક આવ્યો છે. ભાસ્કર એક્સપર્ટ ખર્ચ તો ઘટશે પણ લાંબા ગાળે નદીમાં જૈવિક કચરો વધી શકે છે ડો. પંકજ ગાંધીએ કહ્યું કે, ખર્ચ ઘટશે કેન્દ્રના ધોરણો સાથે સુસંગતતા હોવાથી ગ્રાન્ટ મેળવવામાં સરળતા પણ રહેશે. પાણીને વધુ શુદ્ધ કરવા વધુ વીજળી અને કેમિકલ્સ જોઈએ છે, જેથી હવે નદીમાં છોડાતું પાણી થોડું ઓછું શુદ્ધ થશે. નદીને શુદ્ધ રાખવા માટે BOD 5 મુજબ STP બનાવાતા હતા ડ્રેનેજ વિભાગના ઇજનેર રાકેશ મોદીએ કહ્યું કે, સરકારની સૂચના મુજબ હવે BOD 5ને બદલે 10 રાખી તે માત્રા પ્રમાણે જ નવા STP બનાવવા, જેથી હાલ ટેન્ડર રોકી હવે નવેસરથી બહાર પડાશે.’ ઉલ્લેખનીય છે કે, નદીને વધુ શુદ્ધ રાખવા અત્યાધુનિક ટેકનોલોજીનો આગ્રહ રખાતાં ખર્ચ વધતો હતો.
Read Original Article →