SBI 50 લાખ લૂંટ કેસના માસ્ટર માઈન્ડને સુરત લવાશે:પટનાની જેલમાં બેઠા-બેઠા લૂંટ કરાવનાર કુંદન ભગતને લેવા વરાછા પોલીસ બિહાર પહોંચી
સુરતના લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ધોળા દિવસે થયેલી 50 લાખની સનસનીખેજ લૂંટના તાર છેક બિહારની જેલ સુધી જોડાયા છે. આ લૂંટનો મુખ્ય સૂત્રધાર કુખ્યાત કુંદન ભગત પટનાની બેઉર જેલમાં બેઠો હતો અને ત્યાંથી જ તેણે આખું ઓપરેશન ઓપરેટ કર્યું હતું. હવે આ માસ્ટર માઈન્ડનો કબજો મેળવવા માટે વરાછા પોલીસની એક ખાસ ટીમ બિહાર પહોંચી ગઈ છે. જેલના સળિયા પાછળથી લૂંટનું ષડયંત્ર રચાયું
બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ (બેઉર)માં બંધ કુંદન ભગત કોઈ સામાન્ય ગુનેગાર નથી. તે જેલમાં બેઠા-બેઠા જ અલગ-અલગ રાજ્યોના રીઢા ગુનેગારોનું નેટવર્ક ચલાવે છે. જ્યારે પોલીસ ચૂંટણી અથવા તો VVIP બંદોબસ્તમાં વ્યસ્ત હોય, ત્યારે જ તે પોતાની ગેંગને સક્રિય કરી મોટી લૂંટને અંજામ આપે છે. સુરતની SBI શાખામાં ગત 27 એપ્રિલના રોજ થયેલી લૂંટ પણ કુંદનના ઈશારે જ થઈ હોવાનો ખુલાસો તપાસમાં થયો છે. આ પણ વાંચો: બંદૂકની ગોળી ડાબા પગથી જમણા પગમાંથી આરપાર થઈ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને પોલીસ કુંદન ભગતને સુરત લાવશે
વરાછા પોલીસ મથકના પીઆઈ એ.આર. વાળાના જણાવ્યા અનુસાર, સુરત કોર્ટમાંથી કુંદન ભગત વિરુદ્ધ પ્રોડક્શન વોરંટ મેળવવામાં આવ્યું છે. આ વોરંટ લઈને પોલીસ ટીમ બિહારની કોર્ટમાં રજૂઆત કરશે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બિહાર પોલીસની ટીમ કુંદન ભગતને સુરત લાવશે. સુરત પોલીસ તેની કડક પૂછપરછ કરી લૂંટના નાણાં અને અન્ય સાગરીતો વિશેની વિગતો મેળવશે, ત્યારબાદ તેને ફરી પટનાની જેલમાં પરત સોંપવામાં આવશે. આ પણ વાંચો: સુરતના હાફ એન્કાઉન્ટરની એ 5 મિનિટમાં શું-શું થયું? ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની ટીમો હજુ પણ તપાસમાં
આ કેસમાં અત્યાર સુધીમાં પોલીસને એક મહત્વની સફળતા મળી હતી જ્યારે શુભમકુમાર નામના શખ્સની ધરપકડ કરાઈ હતી. હથિયારની શોધખોળ દરમિયાન શુભમે પોલીસ પર હુમલાનો પ્રયાસ કરતા ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ સ્વબચાવમાં તેના બંને પગમાં ગોળી મારી હતી. જોકે, આ ગેંગમાં હજુ પણ 8 થી 9 જેટલા સભ્યો સામેલ હોવાનું મનાય છે, જેમને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે. આ પણ વાંચો: પોલીસ ફાયરિંગ બાદ SBI 50 લાખ લૂંટનો આરોપી શુભમ ફફડી ઉઠ્યો સ્થાનિક સ્તરે કોઈએ મદદ કરી છે કે કેમ, તેની તપાસ
કુંદન ભગતની મોડસ ઓપરેન્ડી એવી છે કે તે હંમેશા એવા સમયની પસંદગી કરે છે જ્યારે પોલીસ ફોર્સ અન્ય જવાબદારીઓમાં રોકાયેલી હોય. સુરતમાં પણ આ ગેંગે તે જ પેટર્નનો ઉપયોગ કર્યો હતો. હવે માસ્ટર માઈન્ડની ધરપકડ બાદ લૂંટાયેલા 50 લાખ રૂપિયા ક્યાં છે અને આમાં સ્થાનિક સ્તરે કોઈએ મદદ કરી છે કે કેમ, તે રહસ્યો પરથી પડદો ઊંચકાશે. આ પણ વાંચો: SBIમાં 50 લાખની લૂંટનો મુખ્ય આરોપી અયોધ્યાના આશ્રમમાં છૂપાયો હતો આરોપી શુભમના પગનું ઓપરેશન કરાયું
હથિયાર છુપાવ્યા હોવાનું આરોપી શુભમ એ જણાવતા પોલીસ તેને લઈને ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં શુભમે સંતાડેલી પિસ્તોલ કાઢીને વરાછા પીઆઈ પર ફાયરિંગ કર્યું હતું જેથી સ્વ બચાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ એસીપી કિરણ મોદીએ તેના બંને પગમાં ગોળી ધરબી દીધી હતી. ત્યારબાદ આરોપી શુભમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું ગતરોજ બંને પગનું ઓપરેશન કરવામાં આવ્યું છે. થોડા દિવસોમાં તેને રજા આપવામાં આવશે તેવી શક્યતા છે. આ પણ વાંચો: SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV શું છે પ્રોડક્શન વોરંટ?
જ્યારે કોઈ આરોપી અન્ય રાજ્યની જેલમાં કોઈ બીજા ગુનામાં બંધ હોય, ત્યારે તેને તપાસ માટે પોતાના શહેરમાં લાવવા માટે કોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવે છે તેને પ્રોડક્શન વોરંટ કહેવામાં આવે છે. આ હુકમના આધારે જેલ સત્તાધીશો આરોપીનો કબજો જે-તે પોલીસને સોંપે છે. આ સમાચાર પણ વાંચો ચંદને લૂંટારુઓને આપ્યો'તો આશરો, પોલીસથી બચતા-બચતા ભરૂચ-સોમનાથ પણ ગયા સુરતની વરાછા બ્રાન્ચની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ₹50 લાખ લૂંટ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે, લૂંટારૂ ટોળકીને સુરતમાં ચંદન ઉર્ફે જેક નામના શખ્સે આશરો આપ્યો હતો અને લૂંટ બાદ આરોપીઓ પોલીસથી બચવા ભરૂચ તથા સોમનાથ સુધી પહોંચી ગયા હતા. જોકે, હજુ પણ ₹48 લાખથી વધુની રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલા હથિયારો કબજે કરવાના બાકી હોવાથી પોલીસે માસ્ટરમાઇન્ડ કુંદન ભગત સહિત અન્ય સાત ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર SBI બેંકમાં લૂંટારાઓએ બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. કુંદને બિહારની જેલમાંથી સુરતની SBIમાં 50 લાખની લૂંટ કરાવી વરાછામાં આવેલી SBI બેંકમાં 50 લાખની લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે. આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી. કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં 12 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચ ઝડપાયેલા કુખ્યાત કુંદન ભગત ગેંગના બે સાગરીત એવા શુભમ અને વિકાસને UPથી સુરત લાવી હતી. કુંદન જેલમાં હોવા છતાં એક ખાસ એપના માધ્યમથી તે લૂંટારુઓને સૂચનાઓ આપતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર સુરત ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક બની શૂઝની દુકાને ત્રાટકી બે શખ્સને દબોચ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ગોંડાથી મુખ્ય આરોપી શુભમ સિંહ અને તેને આશરો આપનાર તેના મિત્ર વિકાસ સિંહની ધરપકડ કરી હતી. પોલીસની તપાસ એકદમ ફિલ્મી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાયબરેલીમાં વિકાસની શૂઝની દુકાને ગ્રાહક બનીને તપાસ કરી હતી. ત્યારબાદ સતત પીછો કરી બંનેને ગોંડા પાસેથી ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપી શુભમ મૂળ બિહારનો વતની છે અને રાયબરેલીમાં વિકાસની દુકાન પાસે જ પોતાની દુકાન ચલાવતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો: SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV આ પણ વાંચો: રોકડ ભરેલી પેટી 5 મિનિટમાં ઉઠાવી ગયા, ટહેલતાં ટહેલતાં કેશવાનના બે ગનમેનની બાજુમાંથી 7 લૂંટારા ફરાર આ પણ વાંચો: SBIમાં 50 લાખ લૂંટની ઈનસાઈડ સ્ટોરી
Read Original Article →