RTOના નામે ચાલતા મોટા રેકેટનો પર્દાફાશ:કાપોદ્રામાં ડુપ્લિકેટ લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સનું રેકેટ, 4 ચીટરોએ 500 લોકોને DL બનાવી આપ્યા

Gujarat4/13/2026, 12:19:15 AM
શહેરમાં SOGએ કાપોદ્રા વિસ્તારમાં RTOના નામે ચાલતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરી 4 ચીટરોને પકડી પાડ્યા છે. આ ટોળકી ટુ-વ્હીલરથી લઈને હેવી વાહનોના નકલી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાના નામે 7-10 હજારની રકમ પડાવતી હતી. SOGના સ્ટાફે છટકું ગોઠવી આ ગેંગના એક પછી એક કરી 4 ઠગોને દબોચી લીધા હતા, આરોપીઓ પાસે 15થી વધુ નકલી લર્નિંગ લાયસન્સની PDF ફાઇલો મળી આવી છે. આ ટોળકીમાં બે આરોપી ગ્રાહકો શોધવાનું કામ અને બાકીના બે નકલી લાયસન્સ તૈયાર કરવાનું કામ કરતા હતા. આ ગેંગે ખાસ કરીને વરાછા, ડિંડોલી, કાપોદ્રા, મોટા વરાછા, સરથાણા અને કામરેજ વિસ્તાર રહેતા લોકોને નિશાન બનાવી નકલી લાયસન્સ પધરાવ્યા હોવાની વાત સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં આરોપીઓએ 500 નકલી લાયસન્સ બનાવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં એકનું ઉપનામ તો RTO જ છે આરોપીઓ ખોટા નામો અને ડમી સીમકાર્ડ વાપરતા હતા વરાછા સહિતના વિસ્તારોના સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપોમાં ટોળકીએ આરટીઓને લગતા કામનો મેસેજ મુકયો હતો. મેસેજમાં RTOને લગતા તમામ કામો ખાતરી પૂર્વક કરી આપવામાં આવશે તેવો દાવો કરી સંપર્ક માટે મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો. આ જાહેરાત વાંચી લોકો જ્યારે તેનો સંપર્ક કરતા ત્યારે આરોપીઓ એજન્ટ તરીકેની ઓળખ આપતા હતા.
Read Original Article →