મહત્વના દસ્તાવેજો બળીને ખાખ:ભેસ્તાન રેલ્વે સ્ટેશનના સ્ટોરેજ રૂમમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, મુસાફરોમાં અફરાતફરી; ફાયર ફાઈટરોએ પોણા કલાકે સ્થિતિ કાબૂમાં લીધી

Gujarat5/26/2026, 2:05:45 PM
મહત્વના દસ્તાવેજો બળીને ખાખ:ભેસ્તાન રેલ્વે સ્ટેશનના સ્ટોરેજ રૂમમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, મુસાફરોમાં અફરાતફરી; ફાયર ફાઈટરોએ પોણા કલાકે સ્થિતિ કાબૂમાં લીધી
સુરત શહેરના ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર આજે અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. પ્લેટફોર્મ નંબર-1 પર આવેલી એક પતરાની કેબિન એટલે કે સ્ટોરેજ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આગની લપટો અને ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોઈને સ્ટેશન પર હાજર મુસાફરો અને રેલ્વે સ્ટાફમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. પંખામાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી મળતી માહિતી મુજબ, ભેસ્તાન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી પતરાની કેબિનનો ઉપયોગ રેલ્વેના જરૂરી કાગળો અને સામાનના સ્ટોરેજ રૂમ તરીકે કરવામાં આવે છે. આ રૂમમાં રેલ્વે ડ્રાઈવરોની ડ્યુટી લિસ્ટ, ડેલી રિપોર્ટ્સના મહત્વના કાગળો તેમજ અન્ય પરચુરણ સામાન રાખવામાં આવ્યો હતો. દરમિયાન આજે આ કેબિનમાં ચાલુ પંખામાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું, જેને કારણે જોતજોતામાં આખી કેબિન આગની લપેટમાં આવી ગઈ હતી. કેબિનમાંથી અચાનક કાળો ધુમાડો બહાર નીકળવા લાગતા પ્લેટફોર્મ પર હાજર લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડે પોણા કલાકની જહેમત બાદ સ્થિતિ નિયંત્રણમાં લીધી આગની આ ઘટના અંગે તુરંત જ સ્થાનિક ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ભેસ્તાન ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઈટરોની સમયસૂચકતાને કારણે પોણા કલાકની અંદર જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો અને સ્થિતિ નિયંત્રણમાં લાવી દેવાઈ હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી. ડ્રાઈવરોના ડ્યુટી લિસ્ટ, ડેઈલી રિપોર્ટના કાગળો બળીને ખાખ ભેસ્તાનના સબ ફાયર ઓફિસર દીપક બારોટે આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશન મેનેજરના જણાવ્યા અનુસાર આ આગ પંખામાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હતી. આગને કારણે કેબિનમાં રહેલા ડ્રાઈવરોના ડ્યુટી લિસ્ટ, ડેલી રિપોર્ટના કાગળો, ફર્નિચર અને વાયરિંગને મોટું નુકસાન પહોંચ્યું છે.
Read Original Article →