ડ્રેનેજ-ઉધના ઝોન વચ્ચે સંકલનના અભાવે બીજીવાર ફિયાસ્કો:રેલવે અધિકારીઓ ખાડી સફાઈ કરાવવા આવ્યા ને પાલિકાએ મશીન જ ન ફાળવ્યાં

Gujarat6/3/2026, 12:15:08 AM
ડ્રેનેજ-ઉધના ઝોન વચ્ચે સંકલનના અભાવે બીજીવાર ફિયાસ્કો:રેલવે અધિકારીઓ ખાડી સફાઈ કરાવવા આવ્યા ને પાલિકાએ મશીન જ ન ફાળવ્યાં
ઉધના-લિંબાયતમાંથી પસાર થતી રેલવે લાઇનની નીચેની ખાડીની સફાઈ માટે મશીન નહીં ફાળવાતાં કામગીરી ઘોંચમાં પડી છે. ડ્રેનેજ વિભાગ અને ઉધના ઝોન વચ્ચે સંકલન ન હોવાથી રેલવે અધિકારીઓ પણ બીજીવાર અટવાયા હતા. આખરે રેલવેએ કહેવું પડ્યું કે, હવે મશીનો આવે ત્યારે જ બોલાવજો’. પશ્ચિમ રેલવેની મુંબઇ કચેરીના ધક્કા બાદ માંડ મંજૂરી મળી હતી. ખાસ કરીને કેબલ કપાઈ જવાની ભીતિને કારણે રેલવે અધિકારીઓની હાજરી જરૂરી છે. ઉપરથી પ્રિમિયમ ટ્રેનો જતી હોવાથી કેબલ તૂટવાનું જોખમ આંજણામાં મિલેનિયમ-4 અને રઘુકુલ માર્કેટ સામેથી પસાર થતી ખાડી પરથી રેલવે લાઇન પસાર થાય છે. આ બે બ્રિજ નીચેની ખાડીમાં વર્ષોથી સફાઇ થઇ શકી નથી. હાલમાં 4 મશીનો પૈકી 3 ઉધના ઝોન અને 1 વરાછા ઝોનમાં વ્યસ્ત છે. ઉધના ઝોનને અવારનવાર મશીન ફાળવવા જાણ કરવા છતાં મશીન ફાળવાયા નથી, જેથી આ કામગીરી હાલ ખોરંભે પડી છે.
Read Original Article →