અમરોલીમાં લવ મેરેજ બાદ ભારે હોબાળો:રત્નકલાકાર યુવકે પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારે ઘરમાં ઘૂસી માથું ફોડી નાખવાની ધમકી આપી, ફરિયાદ નોંધાઇ

Gujarat5/24/2026, 7:47:59 AM
અમરોલીમાં લવ મેરેજ બાદ ભારે હોબાળો:રત્નકલાકાર યુવકે પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારે ઘરમાં ઘૂસી માથું ફોડી નાખવાની ધમકી આપી, ફરિયાદ નોંધાઇ
સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેમ લગ્નનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલીના જૂના કોસાડ રોડ પર આવેલી મનિષા સોસાયટીમાં રહેતા રઘુવીરસિંહ છત્રસિંહ રાજ નામના 25 વર્ષીય યુવકના ભાઈએ અંદાજે 1 મહિના પહેલાં સમાજની મર્યાદા લોપીને પ્રેમ લગ્ન કરી લીધા હતાં. આ પ્રેમ લગ્નની અદાવત રાખીને યુવતીના પિતા અને તેમના પરિવારજનોએ છોકરાના ઘરે જઈને લોખંડની પાઇપ સાથે આતંક મચાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોધવવામાં આવી છે. 1 મહિના પહેલાં રત્નકલાકાર યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા મળતી માહિતી મુજબ, ફરિયાદી રઘુવીરસિંહનો નાનો ભાઈ દિગ્વિજયસિંહ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. દિગ્વિજયસિંહને તેની જ સોસાયટીમાં રહેતા જયસુખ બાબુભાઈ વરીયાની દીકરી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેએ આશરે 1 મહિના પહેલાં પોતાની મરજીથી પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ બંને ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હતાં. આ પ્રેમ લગ્નને કારણે યુવતીનો પરિવાર અત્યંત રોષે ભરાયો હતો અને રત્નકલાકારના પરિવાર પ્રત્યે મનદુઃખ રાખીને બેઠો હતો. લોખંડની પાઇપ લઈને યુવતીના પરિવારે ઘરમાં ઘૂસી આપી ધમકી ફરિયાદ મુજબ શનિવારે સવારે આશરે 8:45 વાગ્યાના સુમારે આ મનદુઃખે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. યુવતીના પિતા જયસુખભાઈ બાબુભાઈ વરીયા, કાકા અરવિંદ બાબુભાઈ વરીયા, અમિત જયસુખભાઈ વરીયા અને ભરત બાબુભાઈ વરીયા તમામ એકસંપ થઈને ફરિયાદી રઘુવીરસિંહના ઘરની બહાર ધસી આવ્યા હતા. જયસુખભાઈએ હાથમાં લોખંડની પાઇપ lહેરાવીને બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. તેમણે ફરિયાદીને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું હતું કે, સાંજે 8:00 વાગ્યા સુધીમાં અમારી દીકરી ઋચિકા જોઈશે, જો દીકરી પાછી નહીં આવે તો મજા નહીં આવે. જાહેરમાં માતા-બહેન સમણી બીભત્સ ગાળો ભાંડી આતંક મચાવ્યો આરોપ છે કે, આરોપીઓએ માત્ર ધમકી આપીને સંતોષ ન માન્યો, પરંતુ સોસાયટીના જાહેરમાં ફરિયાદી રઘુવીરસિંહ, તેમની પત્ની અને તેમની વૃદ્ધ માતાને નિશાન બનાવીને અત્યંત ગંદી અને બીભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આરોપી અરવિંદ, અમિત અને ભરતે જાહેરમાં હોબાળો મચાવી આખા પરિવારને ભયભીત કરી મૂક્યો હતો. યુવતીના પિતા જયસુખ વરીયાએ પાઇપ બતાવીને કહ્યું હતું કે, "મારી દીકરીને ગમે ત્યાંથી લઈ આવ, નહીંતર તારું માથું ફોડી નાખીશ અને તને તથા તારા ભાઈને હું જીવતો નહીં રહેવા દઉં." ભય અને ફફડાટના કારણે નવદંપતી હિજરત કરવા મજબૂર આ ઘાતક હુમલા અને ધમકીના કારણે સોસાયટીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. દીકરીના પરિવારના આ રૌદ્ર સ્વરૂપ અને જાનથી મારી નાખવાની ધમકીના કારણે પ્રેમ લગ્ન કરનાર નવદંપતી (પતિ અને પત્ની) ભારે ફફડાટ અનુભવી રહ્યા છે. પોતાના જીવ પર જોખમ હોવાનું અનુભવતા જ આ નવપરિણીત દંપતી હાલ કોઈ અજ્ઞાત સ્થળે આશરો લેવા માટે નાસી ગયું છે. તેઓ કઈ જગ્યાએ છે તેની કોઈને જાણ નથી, કારણ કે યુવતીના પરિવાર તરફથી ઓનર કિલિંગ જેવો મોટો ગુનો આચરવામાં આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. અમરોલી પોલીસ મથકમાં 4 સામે ગુનો દાખલ આ સમગ્ર મામલે રઘુવીરસિંહ છત્રસિંહ રાજે અમરોલી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-2023ની કલમ-296(બી), 351(3), 354 તથા જી.પી.એક્ટ-1951ની કલમ-135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર. જોગરાણા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે તત્કાલીન કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓની અટકાયત કરી લીધી છે અને આગળની તપાસ તજવીજ અર્થે ડેપ્યુટ કરવામાં આવી છે.
Read Original Article →