ભાજપ-કોંગ્રેસની મિલીભગત મુદ્દે AAP નેતા ઈટાલિયાના આક્ષેપ:‘અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ સહિતની જગ્યાએ ભાજપ જે માણસ આપે તેને કોંગ્રેસ ટિકિટ આપે છે’

Gujarat4/13/2026, 10:28:42 AM
ભાજપ-કોંગ્રેસની મિલીભગત મુદ્દે AAP નેતા ઈટાલિયાના આક્ષેપ:‘અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ સહિતની જગ્યાએ ભાજપ જે માણસ આપે તેને કોંગ્રેસ ટિકિટ આપે છે’
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની 'મિલીભગત' મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે. ઈટાલિયાએ દાવો કર્યો છે કે અનેક બેઠકો પર ભાજપના માણસો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, જેથી 'આપ'ને જીતતા રોકી શકાય. ભાજપના ઉમેદવારો કોંગ્રેસમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જેવા જિલ્લાઓમાં ભાજપ જે નામ નક્કી કરે છે, તેને કોંગ્રેસ ટિકિટ આપી દે છે. આ એક પૂર્વઆયોજિત ષડયંત્ર છે, જેથી વિરોધ પક્ષના મતો વહેંચાઈ જાય. પુરાવા તરીકે ભાજપના ધારાસભ્યનું નિવેદન ઈટાલિયાએ જણાવ્યું કે તેમણે વિસાવદર બેઠક બાબતે કરેલી વાતને ભાજપના જ ધોરાજીના ધારાસભ્યએ સમર્થન આપ્યું છે. ધારાસભ્યએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે, અમે કોંગ્રેસને ઉમેદવારો આપીએ છીએ, જે આ મિલીભગતનો સૌથી મોટો પુરાવો છે. બિનહરીફ બેઠકો પર સવાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણી નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં ભાજપ બિનહરીફ જીત્યું છે. ઈટાલિયાએ સવાલ ઉઠાવ્યો કે, અમે તો નવી અને નાની પાર્ટી છીએ, અમારી પાસે કદાચ સંગઠન ન હોય, પણ દાયકાઓ જૂની કોંગ્રેસ પાસે ઉમેદવારો કેમ નથી? ખેડા, નવસારી અને વલસાડમાં કોંગ્રેસે ઉમેદવારો કેમ ન ઉતાર્યા? વિસાવદર પેટાચૂંટણીનું ઉદાહરણ તેમણે આક્ષેપ કર્યો કે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાના જ માણસોને કોંગ્રેસમાંથી લડાવીને પડદા પાછળ ગઠબંધન કર્યું હતું. ગોપાલ ઈટાલિયાના મતે, આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ડરીને ભાજપ અને કોંગ્રેસે છૂપું ગઠબંધન કર્યું છે. જોકે, તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતા હવે આ કાવાદાવા સમજી ગઈ છે અને 'આપ' હવે લોકોના વિશ્વાસનું કેન્દ્ર બની ચૂકી છે.
Read Original Article →