બેસ્ટ રિઝલ્ટ લાવવા આ ચાર સ્માર્ટ ફોર્મ્યુલા અપનાવો:1 જુલાઈથી પહેલા વર્ષની કોલેજો શરૂ થશે ઓક્ટોબરમાં પ્રથમ સેમ.ની પરીક્ષા લેવાશે

Gujarat6/3/2026, 12:25:38 AM
શિક્ષણ વિભાગે વર્ષ 2026-27નું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. નવા પ્રવેશ મેળવતા ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય 1 જુલાઈથી શરૂ થશે. તેમને અભ્યાસ માટે માત્ર સવા ત્રણ મહિનાનો જ સમય મળશે, કારણ કે 8 ઓક્ટોબરથી પ્રથમ સેમેસ્ટરની યુનિવર્સિટી પરીક્ષાઓ શરૂ થઈ જશે. પ્રથમ સત્ર 1 જુલાઈથી 4 નવેમ્બર સુધી ચાલશે, જેમાં 120 દિવસ શિક્ષણ અપાશે. ત્યાર બાદ 5થી 25 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. બીજી તરફ, બીજા અને ત્રીજા વર્ષના ક્લાસ 15 જૂનથી શરૂ કરી દેવાશે. દ્વિતીય સત્ર 26 નવેમ્બરથી 25 એપ્રિલ સુધી ચાલશે, જેમાં 113 દિવસ ભણાવવામાં આવશે. ટૂંકા ગાળામાં સિલેબસ પૂરો કરવા અઠવાડિયામાં 6 દિવસ કોલેજ ચાલુ રાખવી ફરજિયાત રહેશે. છેલ્લે, 26 એપ્રિલથી 14 જૂન સુધી 50 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. વેકેશન પહેલા 85 દિવસમાં સેમેસ્ટર પૂરું નવા કેલેન્ડર મુજબ આ વર્ષે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ પર ભણવાનું ભારણ વધશે. સામાન્ય રીતે દિવાળી વેકેશન પછી પ્રથમ સેમેસ્ટરની ફાઇનલ પરીક્ષાઓ લેવાતી હોય છે, પરંતુ આ વખતે 5 નવેમ્બરે વેકેશન પડે તે પહેલા જ, એટલે કે 8 ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ થઈ જશે. સેમેસ્ટરનો કોર્સ પૂરો કરવા સામાન્ય રીતે 90 થી 100 દિવસની જરૂર સામે રવિવાર અને જાહેર રજાઓ બાદ કરતાં માંડ 80 થી 85 દિવસ મળશે. સવા ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ વિદ્યાર્થીઓએ રેગ્યુલર ક્લાસની સાથે મિડ-સેમ અને અસાઇનમેન્ટ સબમિશન પૂર્ણ કરવા પડશે. સિલેબસ પૂરો કરવા પ્રોફેસરોએ ઝડપ રાખવી પડશે, જેની સીધી અસર વિદ્યાર્થીઓના લર્નિંગ પર પડી શકે છે. બીજા-ત્રીજા વર્ષના ક્લાસ 15 જૂનથી શરૂ થશે, પાંચમી નવેમ્બરથી દિવાળી વેકેશન પ્રથમ સત્રમાં 120 અને બીજામાં 113 દિવસ સાથે આખા વર્ષમાં 233 દિવસ ભણશે બેસ્ટ રિઝલ્ટ લાવવા આ ચાર સ્માર્ટ ફોર્મ્યુલા અપનાવો
Read Original Article →