સુરત મનપાની ચૂંટણી, AAPના 75 મૂરતિયા જાહેર:2021માં પાર્ટીએ 27 બેઠકો જીતી હતી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Gujarat4/5/2026, 9:31:58 AM
સુરત મનપાની ચૂંટણી, AAPના 75 મૂરતિયા જાહેર:2021માં પાર્ટીએ 27 બેઠકો જીતી હતી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા માટે પોતાના પત્તા ખોલી દીધા છે. રવિવારે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સુરતના વિવિધ વોર્ડ માટે કુલ 75 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આ સાથે જ પાર્ટીએ દાવો કર્યો છે કે સુરત ગુજરાતની એવી પ્રથમ મહાનગરપાલિકા બનશે જ્યાં આમ આદમી પાર્ટીનો મેયર સત્તા સંભાળશે. ભાજપના ગઢમાં AAPનો પડકાર મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, સુરત હંમેશા ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને કુશાસન વધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સુરત એક ગ્લોબલ સિટી હોવા છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓના મામલે અન્યાયનો ભોગ બન્યું છે. સુરતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે આમ આદમી પાર્ટી એક મજબૂત અને ઈમાનદાર વિકલ્પ તરીકે ઉભરી આવી છે. પહેલી યાદીની મુખ્ય વિશેષતાઓ 75 ઉમેદવારો: પાર્ટીએ પ્રથમ યાદીમાં જ 75 નામોની જાહેરાત કરીને પોતાની સક્રિયતા સાબિત કરી છે. નવા ચહેરાઓને સ્થાન: યાદીમાં શિક્ષિત, સક્રિય અને જનતાની વચ્ચે રહેતા સ્થાનિક કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું મનાય છે. ટકાઉ વિકાસનો એજન્ડા: AAPએ પારદર્શક વહીવટ અને દિલ્હી-પંજાબ મોડલની જેમ પાયાની સુવિધાઓ (શિક્ષણ, આરોગ્ય) પર ભાર મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સુરતનો મેયર AAPનો હશે- મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીએ આ વખતે રણનીતિ બદલી છે. મનોજ સોરઠીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુરતના લોકો આ વખતે માત્ર વિપક્ષ તરીકે નહીં, પરંતુ શાસક પક્ષ તરીકે AAPને પસંદ કરશે. તેમણે જણાવ્યું કે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરી રહ્યા છે અને આ ચૂંટણીમાં ભાજપના વર્ષો જૂના શાસનનો અંત આવશે. ઉમેદવારોને અભિનંદન અને આગામી રણનીતિ યાદી જાહેર કર્યા બાદ સોરઠીયાએ તમામ પસંદ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને જીત માટે અગ્રિમ શુભેચ્છાઓ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં બાકી રહેલી બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે અને પાર્ટી પૂરી તાકાત સાથે પ્રચાર મેદાનમાં ઉતરશે. સુરત મનપામાં અગાઉ વિપક્ષ તરીકે મજબૂત પકડ બનાવ્યા બાદ, હવે AAP સીધી સત્તા કબજે કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. 75 ઉમેદવારોની આ યાદી ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે. AAPની પ્રથમ યાદીમાં જ્ઞાતિગત સમીકરણો અને અનુભવનો સમન્વય પૂર્વ વિપક્ષી નેતાઓ અને સમાજ રત્નોને મેદાનમાં ઉતારાયા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. જાહેર કરવામાં આવેલી 75 ઉમેદવારોની પ્રથમ યાદીમાં પાર્ટીએ જ્ઞાતિગત સમીકરણો, સામાજિક પ્રતિષ્ઠા અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ચહેરાઓ પર દાવ ખેલ્યો છે. આ યાદીમાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને એડવોકેટ્સ અને સામાજિક અગ્રણીઓનો સમાવેશ કરીને AAPએ ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી છે. અનુભવી નેતૃત્વ પર ભરોસો પાર્ટીએ ગત ટર્મમાં મનપામાં આક્રમક ભૂમિકા ભજવનાર પૂર્વ કોર્પોરેટરોને ફરી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પાયલ સાકરીયા પૂર્વ વિપક્ષ નેતા, મહેશ અણધણ પૂર્વ વિપક્ષ ઉપનેતા, રચનાબેન હીરપરા પૂર્વ વિપક્ષ દંડક છે. આ ત્રણેય નેતાઓએ મનપામાં શાસક પક્ષ સામે જનતાના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સમાજ અને જ્ઞાતિના પ્રતિષ્ઠિત ચહેરાઓ AAP એ સુરતના વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપીને 'સર્વસમાજ'ની રણનીતિ અપનાવી છે. મૂળ સુરતી અને ઓબીસી ચહેરા મોઢ ઘાંચી સમાજમાંથી પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલા, રાણા સમાજમાંથી જતીન જરીવાલા અને અમિત રાણાને ટિકિટ અપાઈ છે. પાટીદાર અને સંસ્થાકીય જોડાણમાં ઉમિયાધામ મંદિર (વરાછા) ના લીગલ સેલ કન્વીનર જયંતી પટેલના પુત્ર એડવોકેટ રૂબીન પટેલ, SPG સાથે જોડાયેલા વીણાબેન પટેલ અને મોનિકા સંઘવીનો સમાવેશ થાય છે. ઓબીસી અને અન્ય સમાજ સગર સમાજના પ્રખર વક્તા તુલસી લાલૈયા, આહીર સમાજમાંથી રમેશ જીંજાળા, પ્રવિણ કાતરિયા અને અસ્મિતા કાતરિયાને સ્થાન મળ્યું છે. પ્રજાપતિ અને કોળી સમાજમાં પ્રજાપતિ સમાજમાંથી ભરત પ્રજાપતિ, BAPS સંસ્થાના અનુયાયી પંકજ આંબલીયા સહિત 5 ઉમેદવારો અને કોળી સમાજમાંથી ઉષા ગોહિલ સહિત 3 મહિલા ચહેરાઓને મેદાનમાં ઉતારાયા છે. શિક્ષિત અને વ્યવસાયિક ઉમેદવારોની બોલબાલા પાર્ટીએ બૌદ્ધિક વર્ગને આકર્ષવા માટે મોટી સંખ્યામાં એડવોકેટ્સ અને શિક્ષિત યુવાનોની પસંદગી કરી છે. મહારાષ્ટ્રીયન સમાજમાંથી એડ. વિલાસ પાટીલ, એડ. ભૂપત કોડીયાતર, એડ. મુમતાઝ મુલતાની અને એડ. શાહીન મલેક જેવા કાયદાના જાણકારોને ટિકિટ મળી છે. યુવા અને આદિવાસી નેતૃત્વ વોર્ડ નં. 3 થી આંતરરાષ્ટ્રીય સ્તરે આદિવાસી યુવાઓનું પ્રતિનિધિત્વ કરતા અને શૈક્ષણિક રીતે સજ્જ (BSC, B.ed.) પ્રકાશ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. શહેરના બ્રહ્મ સમાજમાંથી શ્રવણ જોશી, મહેન્દ્ર રાજપુરોહિત અને જાગૃતિ જાનીને સ્થાન આપીને AAPએ મધ્યમ વર્ગ અને પ્રબુદ્ધ વર્ગના મતો મેળવવા કવાયત તેજ કરી છે. તેમજ બારોટ સમાજમાંથી કલ્પેશ બારોટ પર પસંદગી ઉતારવામાં આવી છે. આમ આદમી પાર્ટીની આ યાદીમાં માત્ર કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સમાજમાં ઊંડી પકડ ધરાવતા લોકોનો સમાવેશ કરાયો હોવાથી સુરત મનપાનો જંગ આ વખતે ત્રિપાંખિયો અને રસપ્રદ બનશે. મનોજ સોરઠીયાના મતે, આ ઉમેદવારોની પસંદગી સુરતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના પાયાના પથ્થર સાબિત થશે. આ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા બે યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં અલગ અલગ મનપા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે યાદી નીચે મુજબ છે.
Read Original Article →