જહાંગીરપુરા દેહવેપાર રેકેટ:મુકત કરાયેલી થાઇલેન્ડની 12 મહિલાઓને ડિપોર્ટ કરાઇ
જહાંગીરપુરા ની હોટેલમાં ચાલતા કૂટણખાના પર રેડ કરી પોલીસે થાઈલેન્ડનું નાગરિકત્વ ધરાવતી 13 મહિલાઓને મુક્ત કરાવી હતી જેમાંથી 12ને આખરે તેમના વતન ડિપોર્ટ કરી દેવામાં આવી છે. એક મહિલાને ડિપોર્ટ કરવાની કામગીરી ચાલુ છે. માર્ચ 2025માં જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલી વાસુ પૂજ્ય ઇન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે ‘’પાર્ક પેવેલિયન હોટલ’’ની આડમાં ચાલતા સ્પા પર પોલીસે દરોડો પાડ્યો હતો. 13 થાઈલેન્ડની મહિલાઓ દેહવ્યાપારની પ્રવૃત્તિમાં સંકળાયેલી મળી આવી હતી. આ કેસમાં પકડાયેલા ગુનાઇત ઈતિહાસ ધરાવતા આરોપીઓને અગાઉ પાસા (PASA) હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ મહિલાઓ આર્થિક લાભ માટે દેહવિક્રયના વ્યવસાયમાં સામેલ હતી. તેઓએ વિઝાની શરતોનો ભંગ કરી નિયત સમય મર્યાદા કરતા વધુ (ઓવર સ્ટે) રોકાણ કર્યું હતુંશહેર પોલીસ સ્પેશિયલ બ્રાંચ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના FRRO (Foreigners Regional Registration Office) સાથે સંકલન સાધીને 12 મહિલાઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી તેમને થાઈલેન્ડ પરત મોકલી આપવામાં આવી છે. એક મહિલાના દસ્તાવેજ ખૂટતા કાર્યવાહી ચાલુ
કુલ 13 મહિલાઓ પૈકી એક મહિલાનો પાસપોર્ટ ગુમ થયો હોવાથી, મુંબઈ સ્થિત થાઈ કોંસ્યુલેટની મદદથી તેના ઈમરજન્સી ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.બાદમાં તેણીને ડિપોર્ટ કરાશે
Read Original Article →