વિજયનગરના પાલ ચેક પોસ્ટ પાસે દીપડો દેખાયો:મોડી રાત્રે સ્ટેટ હાઈવે પર વીડિયો વાયરલ, સ્થાનિકોમાં ભય
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ ચેક પોસ્ટ નજીક મોડી રાત્રે દીપડો જોવા મળ્યો હતો. સ્ટેટ હાઈવે પર દીપડો આંટાફેરા મારતો હોવાનો વીડિયો એક વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાત્રિના સમયે હાઈવે પર દીપડાની હાજરીથી વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, ખાસ કરીને રાત્રિ દરમિયાન અવરજવર કરતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. પાલ ચેક પોસ્ટ પર પોલીસકર્મીઓ નિયમિત ફરજ બજાવે છે. આવા હિંસક વન્યપ્રાણીઓ ચેક પોસ્ટ નજીક સુધી આવી પહોંચતા સુરક્ષા કર્મચારીઓ માટે પણ જોખમની સ્થિતિ સર્જાઈ શકે છે. વન્યપ્રાણીના અચાનક દેખાવાને લઈને આસપાસના ગ્રામજનોમાં પણ ચિંતાનો માહોલ છે. હાલ દીપડો જંગલ વિસ્તારમાં પરત ફર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Read Original Article →