ફરિયાદ:ફોટો પડાવવા બાબતે બે યુવાનોના પેટમાં ચપ્પુ મારી જીવલેણ હુમલો

Gujarat5/13/2026, 12:00:00 AM
ઇડરના માનગઢમાં લગ્નના વરઘોડામાં ગોરીલાના ગેટઅપમાં આવેલ શખ્સ સાથે ફોટો પડાવવા બાબતે બોલચાલ બાદ થોડા સમયમાં આવી પહોંચેલ 4 શખ્સોએ માર મારવા દરમ્યાન બે યુવકોને ચપ્પાના ઘા ઝીંકી દેતાં ચકચાર મચી ગઈ હતી. ગત તા.10-05-26ના રોજ હિંમતનગરના ગઢાના મેહુલકુમાર કાન્તીભાઈ રાવત પોતાના પરિવાર સાથે માનગઢમાં લગ્નમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં સાંજે વરઘોડા દરમિયાન સુદ્રાસણાનો દિનેશભાઈ કાળાભાઈ ચેનવા ગોરીલાનો પોશાક પહેરીને નાચતો હતો. મેહુલકુમારે તેની સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરતાં દિનેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને હું ફોટો પાડવા દેવાનો નથી તેમ કહી ઝઘડો કરી મેહુલની ફેટ પકડી લીધી હતી. દિનેશ ચેનવા, તેનો ભાઈ ગોવિંદ અને અન્ય સાગરિતો હથિયારો સાથે ધસી આવી મેહુલકુમારને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને જ્યારે મેહુલના સાળા પૂનમભાઈ ચેનવા વચ્ચે પડ્યા ત્યારે તેમને પણ પેટમાં ચપ્પુ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જાદર પોલીસે દિનેશભાઈ ચેનવા, ગોવિંદભાઈ ચેનવા, અમરતભાઈ અને રાહુલ સોમાભાઈ ચેનવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →