રેતી માફિયાઓએ 3 કિમી સુધી નદી ખોતરી કાઢી:ખેડબ્રહ્માના નવામોટાના બેણા વિસ્તારમાં ખનીજ ચોરી

Gujarat4/7/2026, 12:00:18 AM
રેતી માફિયાઓએ 3 કિમી સુધી નદી ખોતરી કાઢી:ખેડબ્રહ્માના નવામોટાના બેણા વિસ્તારમાં ખનીજ ચોરી
​સાબરમતીના કિનારે આવેલા ખેડબ્રહ્માના નવામોટા ગામના બેણા વિસ્તારમાં ત્રણ ચાર વર્ષથી રેતી માફિયાઓએ જાણે પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે. દિવસ હોય કે રાત, અહીયાં મશીનોના ગડગડાટ અને ડમ્પરોની દોડધામ અટકવાનું નામ નથી લેતી. સ્થાનિક આદિવાસી પ્રજા નામ લેતાં પણ ફફડી રહી છે. નદીનો ત્રણ કિલોમીટરનો પટ રેત માફિયા માટે અભયારણ્ય બની ગયો છે. આવડા મોટા હિટાચી, ટર્બો ટ્રક, જેસીબી તંત્રને દેખાતા નથી. નદીના મોટા મગરમચ્છોને મોકળું મેદાન આપી દેવાયું છે. ખનીજ માફિયાઓથી ગભરાતા ગ્રામજનોના જણાવ્યાનુસાર રેતી ચોરીનો કાયદો બધા માટે એકસરખો હોવો જોઈએ. એકબાજુ મોટા માફિયાઓ મશીનો ઉતારીને ગેરકાયદેસર રીતે લાખોની રેતી ચોરી જાય છે. ત્રણ કિલોમીટર સુધી નદી ખોતરી કાઢી છે અને રેતી ઉગાડે છોગ રાજસ્થાન જઈ રહી છ જે કાયદા વિરુદ્ધ હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ કે પોલીસના પગલાં ત્યાં સુધી પહોંચતા નથી. બીજી બાજુ ગામનો કોઈ ગરીબ માણસ કે સ્થાનિક ટ્રેક્ટર માલિક જ્યારે સરકારી આવાસ કે નાના કામ માટે બે રેતી લેવા જાય, ત્યારે તંત્રના બાજ નજર વાળા અધિકારીઓ તરત ત્રાટકે છે અને મસમોટો દંડ ફટકારે છે.
Read Original Article →