સલાલની તિરૂપતિ હોટલમાં આગ લાગી:હિંમતનગર ફાયર વિભાગે કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા, કારણ અકબંધ

Gujarat5/14/2026, 11:51:20 AM
સલાલની તિરૂપતિ હોટલમાં આગ લાગી:હિંમતનગર ફાયર વિભાગે કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા, કારણ અકબંધ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ નજીક આવેલી તિરૂપતિ હોટલમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હોટલમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પ્રાંતિજ પોલીસને પણ જાણ કરાતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
Read Original Article →