સાબરકાંઠામાં 8 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત:સાત પર ભાજપ, પોશીનામાં AAPનો કબજો; તમામને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવાઈ
સાબરકાંઠા જિલ્લાની આઠ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પૈકી સાત તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા હાંસલ કરી છે, જ્યારે પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થઈ છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયત અને બે નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી હતી. આ ઉપરાંત, પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી અને વડાલી નગરપાલિકામાં કોંગ્રેસને બહુમતી મળી હતી. પ્રથમ હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકા તેમજ સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ, આજે આઠ તાલુકા પંચાયતોમાં ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ સત્તાવાર રીતે આઠ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી છે. જ્યારે પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બહુમતી હોવાથી ત્યાં AAPના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા છે. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને સંગઠન સભ્યો સહિત ઉપસ્થિત સૌએ મોં મીઠું કરાવી, ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે જુઓ ક્યા તાલુકા પંચાયતમાં કોની સત્તા અને કોણ પ્રમુખ- ઉપપ્રમુખ બન્યાં 1. હિંમતનગર તાલુકા પંચાયત 2. ઈડર તાલુકા પંચાયત 3. વડાલી તાલુકા પંચાયત 4. ખેડબ્રહ્મા તાલુકા પંચાયત 5. તલોદ તાલુકા પંચાયત 6. પ્રાંતિજ તાલુકા પંચાયત 7. વિજયનગર તાલુકા પંચાયત 8. પોશીના તાલુકા પંચાયત
Read Original Article →