સાબરકાંઠાની 8 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે ઉમેદવારી પત્રો ભરાયા:હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત 7માં ભાજપ અને પોશીનામાં AAPની બહુમતી

Gujarat5/24/2026, 11:03:03 AM
સાબરકાંઠાની 8 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે ઉમેદવારી પત્રો ભરાયા:હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત 7માં ભાજપ અને પોશીનામાં AAPની બહુમતી
સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી રવિવારે પૂર્ણ થઈ છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ જિલ્લાની 7 તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતી મેળવી છે, જ્યારે 1 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) બહુમતી ધરાવે છે. જિલ્લા પંચાયતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રવિવારે તમામ તાલુકા મથકોએ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપે હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકા પંચાયત માટે પોતાના સત્તાવાર મેન્ડેટ જાહેર કર્યા હતા. મેન્ડેટની જાહેરાત થતાં જ તાલુકા સંગઠનના પ્રમુખો, મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં ટેકેદારો સંબંધિત તાલુકા પંચાયત કચેરીઓએ પહોંચ્યા હતા. ઉમેદવારોએ ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. નિયત કાર્યક્રમ અનુસાર, સોમવારે તાલુકા પંચાયતોમાં ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા યોજાશે. આ સભામાં નિયમાનુસાર મતદાન અને ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ સત્તાવાર રીતે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત અને વરણી કરવામાં આવશે. ભાજપ શાસિત તાલુકા પંચાયતોના મેન્ડેટની યાદી: મેન્ડેટ અનુસાર ભાજપે જિલ્લાની 7 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો નક્કી કર્યા છે: હિંમતનગર તાલુકા પંચાયત: નરેશ પરમાર (પ્રમુખ) / ઉષા પટેલ (ઉપપ્રમુખ) ઇડર તાલુકા પંચાયત: દિવ્યા ચૌધરી (પ્રમુખ) / અમૃતજી ઠાકોર (ઉપપ્રમુખ) વડાલી福利 તાલુકા પંચાયત: ભરત પટેલ (પ્રમુખ) / શીતલબા કુંપાવત (ઉપપ્રમુખ) ખેડબ્રહ્મા તાલુકા પંચાયત: ગીતા પારધી (પ્રમુખ) / મિલા ખોખરીયા (ઉપપ્રમુખ) વિજયનગર તાલુકા પંચાયત: શૈલેષ બોડાત (પ્રમુખ) / શૈલેષ બારા (ઉપપ્રમુખ) તલોદ તાલુકા પંચાયત: કપીલા પટેલ (પ્રમુખ) / પ્રધાનસિંહ રાઠોડ (ઉપપ્રમુખ) પ્રાંતિજ તાલુકા પંચાયત: અંકિતા પટેલ (પ્રમુખ) / બનુંસિંહ રાઠોડ (ઉપપ્રમુખ) પોશીના તાલુકા પંચાયત માટે AAP અને કોંગ્રેસ સામસામે પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) સ્પષ્ટ બહુમતી ધરાવે છે. આમ છતાં, આ બેઠક પર પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કુલ 4 ઉમેદવારી પત્રો ભરાતા રાજકીય ઉત્તેજના વધી ગઈ છે. અહીં AAP અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. AAP તરફથી પ્રમુખ તરીકે જનક ડાભી અને ઉપપ્રમુખ તરીકે જાગૃતિ પરમારે ફોર્મ ભર્યું છે. જ્યારે તેમની સામે કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે સેમું સોલંકી અને ઉપપ્રમુખ પદ માટે જગદીશ ગમારે દાવેદારી નોંધાવી છે. સમગ્ર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સ્થિતિ પર નજર કરીએ તો, 1 જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકામાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે. જ્યારે પોશીના તાલુકા પંચાયતમાં AAP અને 1 નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી છે. સોમવારે યોજાનારી સામાન્ય સભા બાદ તમામ આઠ તાલુકા પંચાયતોના નવા હોદ્દેદારો વિધિવત રીતે કાર્યભાર સંભાળશે
Read Original Article →