સાબરકાંઠાના 4 જળાશયોમાંથી રવિ સિઝનનું પાંચમું પાણ પૂર્ણ:હાથમતી પિકઅપ વિયર ખાલી, પાણીનો વપરાશ અને વર્તમાન સ્થિતિ જાહેર

Gujarat4/6/2026, 12:38:04 PM
સાબરકાંઠાના 4 જળાશયોમાંથી રવિ સિઝનનું પાંચમું પાણ પૂર્ણ:હાથમતી પિકઅપ વિયર ખાલી, પાણીનો વપરાશ અને વર્તમાન સ્થિતિ જાહેર
સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝન માટે ચાર મુખ્ય જળાશયોમાંથી સિંચાઈના પાંચ પાણ પૂર્ણ થયા છે. દિવાળી બાદ શરૂ થયેલ પાણી વિતરણ એપ્રિલ મહિનામાં સમાપ્ત થયું છે. સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા હાથમતી, ગુહાઈ, હરણાવ અને ખેડવા જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મુજબ જળવિતરણ કરવામાં આવ્યું. પાંચ પાણ પૂર્ણ થતાં હાથમતી જળાશયમાંથી પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો છે. પરિણામે, હિંમતનગર નજીક આવેલો હાથમતી પિકઅપ વિયર ખાલી થઈ ગયો છે. સિંચાઈના પાંચ પાણ દરમિયાન જળાશયોમાંથી થયેલા પાણીના વપરાશની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. ગુહાઈ જળાશયમાંથી 28 ટકા, હાથમતીમાંથી 28 ટકા, હરણાવમાંથી 49 ટકા અને ખેડવામાંથી 58 ટકા પાણીનો ઉપયોગ થયો છે. ગત વર્ષે 15 ઓક્ટોબર, 2025ના રોજ આ જળાશયોમાં પાણીની સ્થિતિ નીચે મુજબ હતી: ગુહાઈ 97 ટકા, હાથમતી 100 ટકા, હરણાવ 100 ટકા અને ખેડવા 76 ટકા ભરાયા હતા. તાજેતરમાં 6 એપ્રિલ, 2026ના રોજ નોંધાયેલ માહિતી મુજબ, જળાશયોમાં પાણીનો સંગ્રહ આ પ્રમાણે છે: ગુહાઈ 69 ટકા, હાથમતી 72 ટકા, હરણાવ 51 ટકા અને ખેડવા 18 ટકા.
Read Original Article →