પોશીનાના દાંતિયા ગામે વીજળી પડતા કિશોરનું મોત:સાબરકાંઠા જિલ્લાના 8 માંથી 2 તાલુકામાં વરસાદ નોંધાયો

Gujarat6/3/2026, 4:00:38 PM
પોશીનાના દાંતિયા ગામે વીજળી પડતા કિશોરનું મોત:સાબરકાંઠા જિલ્લાના 8 માંથી 2 તાલુકામાં વરસાદ નોંધાયો
સાબરકાંઠા જિલ્લામાં આજે સાંજે વીજળી પડવાથી એક કિશોરનું મોત થયું છે. પોશીના તાલુકાના દાંતિયા ગામે આ ઘટના બની હતી, જ્યાં 17 વર્ષીય વિક્રમભાઈ માલાભાઈ તરારનું વીજળી પડતા અવસાન થયું. જિલ્લાના આઠમાંથી બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પોશીના અને વિજયનગર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. પોશીના તાલુકામાં ગાજવીજ, ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા ડિઝાસ્ટર કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ, આજે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા દરમિયાન પોશીના તાલુકામાં 7 મિલીમીટર અને વિજયનગર તાલુકામાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
Read Original Article →