સાબરકાંઠા પોલીસે 43.29 લાખનો મુદ્દામાલ પરત કર્યો:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 8.49 લાખનું રિફંડ પણ અપાયું

Gujarat5/12/2026, 9:35:23 AM
સાબરકાંઠા પોલીસે 43.29 લાખનો મુદ્દામાલ પરત કર્યો:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 8.49 લાખનું રિફંડ પણ અપાયું
સાબરકાંઠા પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન અને છેતરપિંડીથી ગુમાવેલા નાણાં પરત કર્યા છે. હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 34.80 લાખ રૂપિયાના 116 મોબાઈલ ફોન અને બે વ્યક્તિને 8.49 લાખ રૂપિયા રોકડ પરત આપવામાં આવ્યા હતા. કુલ 43.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત કરાયો. છેલ્લા સવા મહિનામાં, સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાના 14 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુમ થયેલા મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા હતા. પોલીસે સર્વેલન્સની મદદથી હિંમતનગરથી 400 કિલોમીટર દૂરથી પણ આ મોબાઈલ ફોન ટ્રેક કરીને પરત મેળવ્યા હતા. મંગળવારે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વર, હિંમતનગર DYSP એ.કે. પટેલ, ઇડર DYSP સ્મિત ગોહિલ અને ખેડબ્રહ્મા DYSP કુલદીપ નાયીના હસ્તે માલિકોને તેમના ગુમ થયેલા મોબાઈલ અને છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં સુપરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસ હેડક્વાર્ટર RPI પ્રદીપ પટેલ, LCB PI ડી.સી. સાકરિયા, હિંમતનગર બી ડિવિઝન PI એ.એમ. ચૌધરી, પ્રાંતિજ PI એ.એમ. વાળા, LCB PSI રવિભાઈ પ્રજાપતિ, એસ.જે. ચાવડા, જે.એમ. રબારી સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →