સાબરકાંઠા LCBએ 13 ચોરાયેલી બાઇકો ઝડપી:બાળ કિશોર સહિત પાંચ શખ્સોની ધરપકડ; ખેરોજ પોલીસ સ્ટેશનને સોંપાયા
સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાં મોટરસાયકલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોર સહિત પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીની કુલ 13 મોટરસાયકલો જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 3.75 લાખ રૂપિયા આંકવામાં આવી છે. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ આપેલી માહિતી મુજબ, LCB PSI આર.જે. જાડેજા અને તેમની ટીમ ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના બનાવો અંગે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન લાંબડિયા રોડ પર નિરીલકુમાર અને દેવરાજભાઈને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા બાતમી મળી હતી. બાતમી મુજબ, રાજસ્થાનના કોટડાથી લાંબડિયા તરફ નંબર પ્લેટ વગરની બે હિરો કંપનીની HF ડીલક્સ મોટરસાયકલ પર પાંચ ઇસમો આવી રહ્યા હતા. આ માહિતીના આધારે પોલીસે લાંબડિયા રોડ પર વોચ ગોઠવી હતી. કોટડા તરફથી આવતા પાંચ ઇસમોને રોકીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને મોટરસાયકલની માલિકી અંગેના આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા. આરોપીઓ મોટરસાયકલના માલિકી પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી પોલીસે મોટરસાયકલો કબજે કરી આરોપીઓની અટકાયત કરી હતી. મોટરસાયકલના એન્જિન અને ચેસિસ નંબરના આધારે તપાસ કરતા, બે મોટરસાયકલ ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સાથે સંકળાયેલી હોવાનું બહાર આવ્યું હતું. ખેરોજ પોલીસ સ્ટેશનના લાંબડિયા આઉટપોસ્ટ ખાતે વધુ પૂછપરછ કરતા, આરોપીઓએ ગુજરાત અને રાજસ્થાનમાં જુદી જુદી જગ્યાએથી કુલ 13 મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 13 ચોરાયેલી બાઇક અને મોબાઇલ સહિત કુલ 3,75,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ખેરોજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે: 1. રણમલ ઉર્ફે રેણા બદારામ ઉર્ફે બદિયા હરચંદા ખેર, રહે. ઉંબરી પાદર (થરિયા બડલા), થાના માંડવા, તા. કોટડા, જી. ઉદેપુર, રાજસ્થાન. 2. પ્રકાશ ઉર્ફે પેરિયા ભુરારામ કેશા બુબડિયા, રહે. ઉંબરી પાદર (થરિયા બડલા), થાના માંડવા, તા. કોટડા, જી. ઉદેપુર, રાજસ્થાન. 3. કિશન ઉર્ફે ક્રિષ્ણા રેશાભાઈ કાળા ખેર, રહે. ઉપલા થલા, થાના કોટડા, તા. કોટડા, જી. ઉદેપુર, રાજસ્થાન. 4. અનિલ મણિયાભાઈ જોરાભાઈ ગમાર, રહે. ભુલાકી આંબલી (છોગાડી આંબલી), થાના માંડવા, તા. કોટડા, જી. ઉદેપુર, રાજસ્થાન. 5. કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળ કિશોર.
Read Original Article →