સાબરકાંઠામાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ:ગણતરીદારો દ્વારા મેપિંગ અને નંબરિંગની કામગીરી શરૂ

Gujarat6/2/2026, 1:00:31 PM
સાબરકાંઠામાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ:ગણતરીદારો દ્વારા મેપિંગ અને નંબરિંગની કામગીરી શરૂ
સાબરકાંઠા જિલ્લામાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. આ તબક્કામાં મેપિંગ અને મકાનોના નંબરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા ૨૯૩૯ તાલીમબદ્ધ ગણતરીદારોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ જિલ્લાના દરેક ખૂણેથી ઘરોની વિગતો એકત્રિત કરશે. હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં તાલીમબદ્ધ ગણતરીદારો એકઠા થયા હતા. તેમને સોંપવામાં આવેલા વિસ્તારના નકશાની ચકાસણી કર્યા બાદ, સૌએ પોતપોતાના વિસ્તારમાં મેપિંગ અને મકાનો પર નંબરિંગ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ મેપિંગ અને નંબરિંગની કામગીરી આગામી પાંચ દિવસ સુધી ચાલશે. ત્યારબાદ, ઘરે ઘરે જઈને વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની સત્તાવાર શરૂઆત થશે.
Read Original Article →