સાબરકાંઠા કોર્ટના નવા ભવનનું 5 જૂને લોકાર્પણ:નાયબ મુખ્યમંત્રી અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ઉપસ્થિત રહેશે

Gujarat5/25/2026, 12:43:35 PM
સાબરકાંઠા કોર્ટના નવા ભવનનું 5 જૂને લોકાર્પણ:નાયબ મુખ્યમંત્રી અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ઉપસ્થિત રહેશે
હિંમતનગર ખાતે નવનિર્મિત સાબરકાંઠા જિલ્લા અને સેશન્સ કોર્ટના નવા ભવનનો લોકાર્પણ સમારોહ આગામી 5 જૂન, 2026ના રોજ સવારે 10:00 વાગ્યે યોજાશે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હેમંત એમ. પ્રચ્છાક દ્વારા આ નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કાયદા તથા ન્યાય મંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે રાજ્યના કાયદા અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વિધાન અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપશે. કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ આર.વી. શર્મા અને પ્રિન્સિપલ જિલ્લા જજ કે.આર. રબારી દ્વારા મહેમાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Read Original Article →