સાબરકાંઠામાં વસ્તી ગણતરીની તાલીમ શરૂ:16 સ્થળે 2669 ગણતરીદાર-સુપરવાઈઝરને 20 મે સુધી તાલીમ

Gujarat5/12/2026, 9:11:07 AM
સાબરકાંઠામાં વસ્તી ગણતરીની તાલીમ શરૂ:16 સ્થળે 2669 ગણતરીદાર-સુપરવાઈઝરને 20 મે સુધી તાલીમ
સાબરકાંઠા જિલ્લામાં આગામી વસ્તી ગણતરીની કામગીરી માટે તાલીમનો પ્રારંભ થયો છે. જિલ્લાના આઠ તાલુકાના 16 સ્થળોએ કુલ 2669 ગણતરીદાર અને સુપરવાઈઝરને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ 11 મે થી શરૂ થઈને 20 મે સુધી ચાલશે, જેનો સમય સવારે 9:30 થી સાંજના 5:30 સુધીનો છે. આ તાલીમ આગામી 1 જૂનથી 30 જૂન દરમિયાન યોજાનારી વસ્તી ગણતરીની કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, નાયબ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ આ સમગ્ર કામગીરીમાં સક્રિયપણે જોડાયા છે. હિંમતનગરમાં ટાવર ચોક સ્થિત હિંમત હાઈસ્કૂલમાં 11 મે થી તાલીમ શરૂ થઈ છે, જે 20 મેના રોજ પૂર્ણ થશે. અહીં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુલ 715 ગણતરીદાર અને સુપરવાઈઝરને તાલીમ અપાશે. આ તાલીમ ત્રણ તબક્કામાં વહેંચાયેલી છે. 11-13 મે દરમિયાન 300 કર્મચારી, 14-16 મે દરમિયાન અન્ય 300 કર્મચારી, અને 17-19 મે દરમિયાન બાકીના 115 કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. વસ્તી ગણતરીની આ તાલીમમાં 14 ટેકનિકલ આસિસ્ટન્ટ (અને 2 જિલ્લા સ્તરના), 14 સેન્સસ ચાર્જ ઓફિસર, 14 સેન્સસ ક્લાર્ક, 2 જિલ્લા અધિકારી (કલેક્ટર અને RAC), 14 નાયબ મામલતદાર, 2290 ગણતરીદાર, 379 સુપરવાઈઝર અને 1 મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (જિલ્લા સ્તર) સહિત કુલ 2669 કર્મચારીઓ સામેલ છે. સાબરકાંઠા જિલ્લામાં તાલુકા મથકોએ તાલીમ સ્થળો જોઈએ તો પોશીના (સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ), ખેડબ્રહ્મા રૂરલ (શેઠ કેપી હાઈસ્કૂલ), વિજયનગર (આર્ટસ કોલેજ), વડાલી રૂરલ (શેઠ પીકે શાહ હાઈસ્કૂલ), ઈડર રૂરલ (લાલોડા સાયન્સ કોલેજ), હિંમતનગર રૂરલ (હિંમત હાઈસ્કૂલ), પ્રાંતિજ રૂરલ (ક્તપુર ટોલનાકા પાસે હોટલ ચંદનઈન), તલોદ રૂરલ (મહીયલ પ્રાથમિક સ્કૂલ). શહેરી વિસ્તારો માટે: ખેડબ્રહ્મા શહેર (શેઠ કેટી હાઈસ્કૂલ), વડાલી શહેર (શેઠ સી.જે.હાઈસ્કૂલ), ઈડર (સર પ્રતાપ હાઈસ્કૂલ પાછળ), હિંમતનગર શહેર (હિંમત હાઈસ્કૂલ), પ્રાંતિજ શહેર (વી.એસ.રાવલ કોલેજ રેલવે સ્ટેશન) અને તલોદ શહેર (નગરપાલિકા તલોદ).
Read Original Article →