પોશીનામાં વાહન ચેકિંગ દરમિયાન ગાંજો ઝડપાયો:પોલીસે 5.328 કિલો ગાંજા સાથે 3 આરોપીને ઝડપ્યાં, 3 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat4/12/2026, 3:54:52 AM
પોશીનામાં વાહન ચેકિંગ દરમિયાન ગાંજો ઝડપાયો:પોલીસે 5.328 કિલો ગાંજા સાથે 3 આરોપીને ઝડપ્યાં, 3 લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 5.328 કિલોગ્રામ ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ. 2,66,400 આંકવામાં આવી છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોશીના પોલીસ સ્ટેશનના નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન બાઈક પર બે શખ્સો પોશીના બજાર તરફથી બે થેલામાં શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ લઈને આવી રહ્યા હતા. પોલીસે તેમને રોકતા તેમની પાસેથી 5.328 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. બાઈક પરથી પકડાયેલા આરોપીઓમાં ગાંધીનગરના મગોડી (વણકર વાસ)નો હર્ષીત રમેશ જાદવ (ઉ.વ.29) અને પોશીનાના અજાવાસ (રાજેટા ફળો)નો મશરૂ રામા ગમાર (ઉ.વ.40)નો સમાવેશ થાય છે. તેમની પૂછપરછના આધારે, ગાંજો આપનાર પોશીનાના અજાવાસ (રાજેટા ફળો)ના વાલા પાબુ ગમાર (ઉ.વ.50)ને પણ તેના ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 2,000), એક બાઈક (કિંમત રૂ. 30,000) અને રોકડા રૂ. 4,050 જપ્ત કર્યા છે. આમ, કુલ રૂ. 3,02,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોશીના PI ડી.એન. સાધુએ આ માહિતી આપી હતી.
Read Original Article →