હિંમતનગરના મોતીપુરા બ્રિજ પાસે હાઇવે પર પોલીસની કાર્યવાહી‎:રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સમાંથી 1.21 લાખના દારૂ સાથે બે ઝબ્બે

Gujarat5/22/2026, 12:00:00 AM
ભાસ્કર ન્યૂઝ । હિંમતનગર હિંમતનગર એ ડિવિઝન પોલીસે બાતમી આધારે રાજસ્થાની બસમાં આવતો 1.30 લાખના દારૂ સાથે બે શખ્સોને પકડ્યા હતા. હિંમતનગર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી શામળાજી થઈ અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રાવેલ્સ બસની ડિકિમાં વિદેશી દારૂ છુપાવીને લઈ જવાઈ રહ્યો છે. બાતમી આધારે પોલીસે હિંમતનગરના મોતીપુરા બ્રિજ પાસે નેશનલ હાઇવે-48 પર વોચ ગોઠવી કેસરી ટ્રાવેલ્સ બસ આવતાં જ તેને સાઇડમાં કરાવી બસની બારીકાઈથી તપાસ કરતાં ડિકિમાંથી વિદેશી દારૂ અલગ-અલગ બ્રાન્ડની કુલ 131 બોટલ કિં. 1,21,920 હતી. આરોપીઓ પાસેથી 1,000 રોકડા, 2 મોબાઈલ મળ્યા હતા. પોલીસે કુલ 1,30,920નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે વિનોદભારતી શંકરભારતી ગોસ્વામી, (45) સુરેશ જગન્નાથ પરમાર,(35). બંને રહે. માંડવ, તા. સાગવાડા, જિ. ડુંગરપુર. બંને સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
Read Original Article →