અસારવા-સાબરમતી વચ્ચે ટ્રેક કામગીરી, મેમુ ટ્રેનો નરોડાથી જશે-આવશે:કાનપુર સ્પેશિયલ 2 કલાક મોડી ઉપડશે, રૂટમાં ફેરફાર
આજે અમદાવાદ-હિંમતનગર સેક્શન પર અસારવા અને સાબરમતી 'A' કેબિન સ્ટેશનો વચ્ચે 'Y' કનેક્ટિવિટી શરૂ કરવા માટે ટેકનિકલ ટ્રેક કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીના કારણે કેટલીક મેમુ ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે અને એક સ્પેશિયલ ટ્રેન મોડી ઉપડશે. આજરોજ, 19 મે, 2026ના રોજ, અસારવા સુધી જતી કેટલીક મેમુ ટ્રેનો હવે નરોડા સ્ટેશન સુધી જ જશે અથવા ત્યાંથી જ પરત ઉપડશે. મુસાફરોને આ ફેરફારોની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. ટ્રેન નંબર 69246 (હિંમતનગર–અસારવા MEMU) અસારવાને બદલે નરોડા સ્ટેશને જશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 69243 (અસારવા–ચિત્તોડગઢ MEMU) અસારવાને બદલે નરોડા સ્ટેશનથી જ ઉપડશે. આ ઉપરાંત, ટ્રેન નંબર 69252 (ખેડબ્રહ્મા–અસારવા MEMU) પણ અસારવા સુધી નહીં જાય અને નરોડા સ્ટેશને જ સમાપ્ત થશે. આ કામગીરીને કારણે ટ્રેન નંબર 01906 (અસારવા–કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ) તેના નિયત સમય સવારે 08:55 વાગ્યાને બદલે 2 કલાક મોડી, એટલે કે સવારે 10:55 વાગ્યે અસારવાથી ઉપડશે.
Read Original Article →