હિંમતનગર:સવગઢમાં PNG ગેસ લાઇન કામગીરીમાં ગેરરીતિ
હિંમતનગર તાલુકાના સવગઢ પાણપુર ગામે પીએનજી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. જે તે સમયે સત્તા પર ન હોવા છતાં પૂર્વ સરપંચે પોતાના હોદ્દા, સહી અને સિક્કાનો દુરુપયોગ કરી ખોટા લેટરપેડ પર આ કામગીરીની પૂર્વ મંજૂરી આપી દીધી હતી. ગામના એક જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર અને વિજિલન્સ સુધી કરાયેલી રજૂઆતના પગલે આજે ટીડીઓ (TDO) અને તલાટીની ટીમે ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્થળ તપાસ કરી હતી, જેમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું છે. જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તથા કલેક્ટર ઓફિસમાં યોગ્ય રજૂઆત કરતી અરજી કરવામાં આવેલ સમય વીતતો જતા યોગ્ય જવાબ ન મળતા અરજી કરતાં નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર વિજિલન્સ તથા વિકાસ કમિશનર અને ગેસ પાઇપલાઇન એજન્સીને અરજીઓ દ્વારા રજૂઆત કરી હતી. બુધવારે સવગઢ ગામમાં ટીડીઓની..અનુસંધાન પાન-2
Read Original Article →