ચોરી કરનાર કોટડા-માંડવાની ગેંગ:લાંબડીયા પાસેથી આંતરરાજ્ય બાઇક ચોર ગેંગ ઝડપાઇ, 13 બાઇક રિકવર
સાબરકાંઠા એલસીબીએ લાંબડીયા ગામના રોડ પર બાતમીને આધારે વોચમાં રહી નંબર પ્લેટ વગરની બે બાઈક પર સગીર સહિત કોટડા અને માંડવા બાઈક ચોર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 5 ને ઝડપી લઈ ઇડર-મહેસાણા ખેડબ્રહ્મા, વડાલી રાજસ્થાનમાં 13 વાહન ચોરીના ગુનાઓનો પર્દાફાશ કરી કબૂલ કરેલ ચોરીના તમામ બાઈક રિકવર કર્યા હતા. એલસીબી પીઆઈ ડી.સી. સાકરીયાએ જણાવ્યું કે તેમની ટીમ ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન લાંબડીયા રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ નિરીલકુમાર અને દેવરાજભાઈને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસથી ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન કોટડા તરફથી બે નંબર પ્લેટ વગરની બાઇકો પર પાંચ શંકાસ્પદ શખ્સો લાંબડીયા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ પાંચેય શખ્સોને રોકીને વાહનોના કાગળો માંગતા તેઓ પાસે કોઈ આધાર-પુરાવા ન હોવાથી ડિટેન કરી પૂછપરછ હાથ ધરતા બાઈકચોર ભાંગી પડ્યા હતા અને એક પછી એક 13 બાઈક ચોરીની કબૂલાત કરતાં ગુજરાત અને રાજસ્થાનમાં તરખાટ મચાવતી આ આંતરરાજ્ય બાઇક ચોર ગેંગના કાળા કારનામાનો પર્દાફાશ થયો હતો. કુલ રૂ.3.75 લાખની 13 બાઈક રિકવર કરી હતી. 1.હીરો એચ.એફ ડીલક્ષ રજી. નં:આરજે-09-વીએસ-2415
2. હીરો સ્પ્લેન્ડર રજી. નં:જીજે-09-સીઈ-2560
3. ડ્રીમ યુગા હોન્ડા રજી. નં:જીજે-09-સીએન-6485 4. હીરોએચ.એફ ડીલક્ષ ડ્રમ રજી. નં:જીજે-08-સીએ-7622
5.હોન્ડા ડ્રમ બાઇક રજી. નં:જીજે-08ડીએચ-0576
6. હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી. નં:આરજે-02-બીએ-9850
7. હીરો એચ.એફ ડીલક્ષ રજી.નં: જીજે-31-બી-2916
8. હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી. નં:જીજે-09-ડીસી-3954
9. હીરો એચ.એફ ડીલક્ષ રજી.નં: જીજે-08-બીસી-5189
10. હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી. નં:આરજે-22-કયુએસ-5933
11. હીરો એચ.એફ ડીલક્ષ રજી.નં: જીજે-02-સીઆર-7535
12. હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી. નં:જીજે-09-ડીજી-6560
13. હીરો એચ.એફ ડીલક્ષ રજી.નં: જીજે-09-સીઆર-2901
14. સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડફોન
ડિટેક્ટ (નોંધાયેલા) ગુનાઓ:
1. ઇડર પોલીસ સ્ટેશન:
2.મહેસાણા જિલ્લાનુંસતલાસણા પોલીસ સ્ટેશન
3. બનાસકાંઠા જિલ્લાનું છાપીપોલીસ સ્ટેશન
વણનોંધાયેલા ગુનાઓની વિગત:
1.આશરે પાંચ વર્ષ પહેલાંરણમલ ઉર્ફે રેણો અને પ્રકાશેસતલાસણાની એક હોસ્પિટલઆગળથી હીરો ડીલક્ષ બાઇકચોર્યું હતું.
2.આશરે બે વર્ષ પહેલાં પ્રકાશઅને બાળ કિશોરે દાંતા ખાતેથીકાળા કલરનું એચ.એફ ડીલક્ષબાઇક ચોર્યું હતું.
3.આશરે દોઢ વર્ષ પહેલાંરણમલ અને પ્રકાશેહિંમતનગરથી આશરે 10 કિમીદૂર એક ગામડામાંથી કાળાકલરનું સ્પ્લેન્ડર ચોર્યું હતું.
4.આશરે અઢી વર્ષ પહેલાંરણમલ અને પ્રકાશે પાલનપુરશહેરમાંથી કાળા કલરનુંએચ.એફ ડીલક્ષ બાઇક ચોર્યુંહતું.
5. આશરે ત્રણ વર્ષ પહેલાંરણમલ, પ્રકાશ અને કિશનેવડાલી નજીક એક કુવા પરથીકાળા કલરનું ડ્રીમ યુગા બાઇકચોર્યું હતું.
6. આશરે એક વર્ષ પહેલાં સગીરકિશોરે ખેડબ્રહ્મા બજારમાંથીકાળા કલરનું હીરો સ્પ્લેન્ડર પ્લસચોર્યું હતું.
7. આશરે ત્રણ માસ પહેલાંરણમલ અને કિશને શિરોહીનજીકથી સ્પ્લેન્ડર તેમજ અઢીમાસ પહેલાં રણમલ અને પ્રકાશેશિરોહી નજીકથી જ બીજુંસ્પ્લેન્ડર ચોર્યું હતું.
8. આશરે પાંચ માસ પહેલાંઅનિલ ગમારે રાજસ્થાનકોટડાના માંડવા નજીકથી હીરોએચ.એફ ડીલક્ષ બાઇકની ચોરીકરી હતી.
9. એક મહિના પહેલાં સગીરકિશોરે પોશીનાના ગોલવાડાખાતેથી હીરો એચ.એફ ડીલક્ષબાઇક ચોર્યું હતુ. પકડાયેલા પાંચ બાઇક ચોરો 1. રણમલ ઉર્ફે રેણા બદારામ ઉર્ફે બદીયા હરચંદા ખેર, 2.પ્રકાશ ઉર્ફે પેરીયા ભુરારામ કેશા બુબડીયા (બંને રહે. ઉંબરી પાદર, થરીયા બડલા, થાના માંડવા, તા. કોટડા, જિ. ઉદેપુર), 3.કિશન ઉર્ફે ક્રિષ્ણા રેશાભાઈ કાળા ખેર (રહે. ઉપલા થલા, થાના કોટડા, તા. કોટડા, જિ. ઉદેપુર) 4. અનિલ મણીયાભાઈ જોરાભાઇ ગમાર (રહે. ભુલાકી આંબલી, છોગાડી આંબલી, થાના માંડવા, તા. કોટડા), 5. કિશોર પાંચ- દસ હજારમાં વેચી દેતા હતા.
આ મામોલે પીએસઆઈ આર.જે. જાડેજાએ જણાવ્યું કે તમામ બાઇકો તેમના સગા સંબંધી અને પરિચીતોને પાંચ-દસ હજારમાં વેચાણ આપ્યા હતા. મુખ્ય સૂત્રધાર રણમલ ઉર્ફે રેણો એક વખત રાજસ્થાનમાં પકડાઈ ચૂક્યો છે. બાકીનાનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી. કબૂલાત કરેલા ગુનાઓ જોતાં આ ગેંગ કઈ જગ્યાઓને સોફ્ટ ટાર્ગેટ બનાવતી હતી. તે બાબત લોકો માટે ચેતવણીરૂપ બની શકે છે. ગેંગના સભ્યોએ સતલાસણામાં હોસ્પિટલ આગળથી અને ખેડબ્રહ્મામાં બજારમાંથી બાઇક ચોર્યા છે. વડાલી નજીક કૂવા પરથી બાઇક ચોરી થઈ છે. મતલબ હોસ્પિટલ, બજાર અને સીમ વિસ્તારના કૂવા પર પાર્ક કરેલા વાહનો બાઇક ચોરોની પહેલી પસંદ છે.
Read Original Article →