હિંમતનગરના પોલિટેક્નિક ચાર રસ્તે પાણીની લાઈન તૂટી:રોડ પર પાણી ફરી વળ્યાં, મોતીપુરા અને શારદાકુંજ સોસાયટીને ગુરૂવારે પૂરવઠો મોડો મળશે, વારંવાર ભંગાણના બનાવો

Gujarat5/27/2026, 11:11:09 AM
હિંમતનગરના પોલિટેક્નિક ચાર રસ્તે પાણીની લાઈન તૂટી:રોડ પર પાણી ફરી વળ્યાં, મોતીપુરા અને શારદાકુંજ સોસાયટીને ગુરૂવારે પૂરવઠો મોડો મળશે, વારંવાર ભંગાણના બનાવો
હિંમતનગરના પોલિટેક્નિક ચાર રસ્તા પર નેશનલ હાઈવેના ઓવરબ્રિજની બંને તરફ નગરપાલિકાની પીવાના પાણીની લાઈન તૂટી ગઈ હતી. બુધવારે સવારે ચાલતા વિકાસકામો દરમિયાન આ ઘટના બની હતી, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે સિવિલ રોડ, વન વર્લ્ડ અને ઉમા વિદ્યાલય રોડ પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. શહેરમાં ચાલતા વિકાસકામોમાં સંકલનના અભાવને કારણે પાણી અને ગેસની પાઈપલાઈન તૂટવાના બનાવો વારંવાર બને છે. આ ઘટના પણ સંકલનના અભાવનું પરિણામ હોવાનું મનાય છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના વડા અશ્વિન જોશીએ જણાવ્યું હતું કે, પાઈપલાઈન તૂટવાની જાણ થતાં જ પાલિકાના કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમારકામની કામગીરી હાથ ધરી હતી. તૂટેલી DI પાઈપનું વેલ્ડિંગ કામ કરવામાં આવશે. આ સમારકામના કારણે મોતીપુરા અને શારદાકુંજ સોસાયટીના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે પીવાના પાણીનો પુરવઠો મોડો પહોંચી શકે છે.
Read Original Article →