હિંમતનગર ડેપોને બે નવી બસો મળી:ધારાસભ્યએ વડોદરા અને નવસારી રૂટનું પ્રસ્થાન કરાવ્યું
હિંમતનગર એસટી ડેપો ખાતેથી આજે બે નવી બસોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બસો હિંમતનગરથી વડોદરા અને હિંમતનગરથી નવસારી રૂટ પર દોડશે. હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ લીલી ઝંડી આપીને બસોને રવાના કરી હતી. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, હિંમતનગર ડેપોના ડેપો મેનેજર એચ.આર. પટેલ, ભારતીય મજદૂર સંઘ એસ.ટી. હિંમતનગર વિભાગના મહામંત્રી નાગેન્દ્રસિંહ, સંગઠન મંત્રી હિમેશભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ લાલાભાઈ રાવલ અને ઉપપ્રમુખ મહાવીરસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર એસટી ડેપોના મેનેજર એચ.આર. પટેલે આપેલી માહિતી મુજબ, હિંમતનગરથી વડોદરા જતી નવી બસ દરરોજ સવારે 9:30 કલાકે પ્લેટફોર્મ નંબર 11/12 પરથી ઉપડશે. જ્યારે, હિંમતનગરથી નવસારી રૂટ પરની બીજી નવી બસ દરરોજ સવારે 9:00 કલાકે પ્લેટફોર્મ નંબર 11/12 પરથી પ્રસ્થાન કરશે.
Read Original Article →