હિંમતનગર: હાથમતી નદી કિનારે 5 ઓરડીઓ ધરાશાયી:કમોસમી વરસાદથી માટી ધોવાતા મકાનો પડ્યા
સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલી પાંચ ઓરડીઓ ધરાશાયી થઈ હતી. મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મકાન માલિકોએ આ અંગે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ ઘટના મંગળવારે સાંજે પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રાજેન્દ્રબાગ નજીક બની હતી. હાથમતી નદી કિનારે આવેલી નંદુભાઈ ડાભીની ત્રણ અને તેમની બાજુમાં આવેલી નરોત્તમભાઈ જયશ્રીરામ પાલની બે, એમ કુલ પાંચ બંધ ઓરડીઓ ધરાશાયી થઈ હતી. નદીમાં પાણીના પ્રવાહને કારણે માટીનું ધોવાણ થતાં આ ઓરડીઓ પડી ગઈ હતી. સાબરકાંઠા જિલ્લાના આઠમાંથી છ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. હિંમતનગરમાં દિવસ દરમિયાન આશરે 1 ઇંચ (23 મિમી) અને તલોદમાં પોણો 1 ઇંચ (18 મિમી) વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદની વિગતો નીચે મુજબ છે: ખેડબ્રહ્મા: 00 મિમી, વિજયનગર: 08 મિમી, વડાલી: 10 મિમી, ઇડર: 03 મિમી, હિંમતનગર: 23 મિમી, પ્રાંતિજ: 08 મિમી, તલોદ: 18 મિમી, પોશીના: 00 મિમી.
Read Original Article →