હિંમતનગર અંડરપાસમાં શહીદોના ચિત્રો પર ગટરનું પાણી:પાલિકાના 20 લાખના ખર્ચે બનેલા ચિત્રોની દુર્દશા

Gujarat4/7/2026, 6:00:26 AM
હિંમતનગર અંડરપાસમાં શહીદોના ચિત્રો પર ગટરનું પાણી:પાલિકાના 20 લાખના ખર્ચે બનેલા ચિત્રોની દુર્દશા
હિંમતનગરના આંબાવાડી રેલવે અંડરપાસમાં શહીદોના ચિત્રો પર ગટરનું પાણી વહી રહ્યું છે. નગરપાલિકા દ્વારા 20લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં વિવિધ સ્થળોએ ચિત્રાંકન કરાયું છે, પરંતુ આ અંડરપાસમાં બનેલા ચિત્રોની હાલત દયનીય બની છે. મહાવીરનગરથી બગીચા વિસ્તારને જોડતા આ અંડરપાસની બંને તરફની દીવાલો પર શહીદ થીમ આધારિત ચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં કારગિલ યુદ્ધ અને ઓપરેશન સિંદૂર જેવા વિષયોનું નિરૂપણ કરાયું છે. જોકે, આ દીવાલોમાં લગાવવામાં આવેલી એર પાઇપમાંથી ગટરનું દુર્ગંધયુક્ત પાણી સતત વહી રહ્યું છે. બગીચા તરફથી મહાવીરનગર તરફ આવતા રેલવે અંડરપાસના માર્ગ પર સહકાર હોલ પાસેના ચિત્ર પર પણ ગટરનું પાણી વહીને અંડરપાસમાં જમા થાય છે. આ મામલે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગટરના વહેતા પાણી અંગે તાત્કાલિક તપાસ કરાવવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરાશે.
Read Original Article →