હિંમતનગર તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ:કારોબારી અને સામાજિક ન્યાય સમિતિઓની રચના કરાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા પંચાયતમાં આજે એક ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ નરેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ઉપપ્રમુખ ઉષાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારી (TDO) પણ ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં ભારતસિંહ ઝાલાને ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતા. તેમની સાથે કુલ નવ સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, સામાજિક ન્યાય સમિતિની પણ રચના કરવામાં આવી હતી. કોકિલાબેન વણકરને આ સમિતિના ચેરમેન જાહેર કરાયા હતા, જેમાં પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. સભામાં વિવિધ વહીવટી મુદ્દાઓ અને વિકાસલક્ષી કાર્યો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કારોબારી સમિતિના સભ્યોમાં ચેરમેન ભારતસિંહ રતનસિંહ ઝાલા, જગતસિંહ ધીરસિંહ મકવાણા, અર્જુનસિંહ શિવસિંહ રાઠોડ, જતીનકુમાર સોમાભાઈ પટેલ, કિરીટકુમાર ઈશ્વરભાઈ પટેલ, દેવુસિંહ લક્ષ્મણસિંહ ઝાલા, મમતાબેન ઉત્તમસિંહ પરમાર, સરોજબેન જયેશસિંહ ચૌહાણ અને સંદિપકુમાર પરષોત્તમભાઈ પટેલનો સમાવેશ થાય છે. સામાજિક ન્યાય સમિતિના સભ્યોમાં ચેરમેન કોકીલાબેન પ્રેમાભાઈ વણકર, મિત્તલબેન કલ્પેશકુમાર ભુનાતર, લક્ષ્મણભાઈ સુરમાજી ખરાડી, હસમુખભાઈ મોહનભાઈ તિરગર (કોપ્ટ સભ્ય) અને પ્રવિણભાઈ હેમજીભાઈ વાલ્મિકી (કોપ્ટ સભ્ય) નો સમાવેશ થાય છે.
Read Original Article →