હિંમતનગરમાં પાણીની પાઈપલાઈન તૂટી, પુરવઠો ખોરવાયો:બેરણા રોડ પર સ્ટ્રોમ લાઈન કામગીરીથી ઇન્દ્રનગર-ગોકુલનગર પ્રભાવિત

Gujarat5/28/2026, 5:30:13 AM
હિંમતનગરમાં પાણીની પાઈપલાઈન તૂટી, પુરવઠો ખોરવાયો:બેરણા રોડ પર સ્ટ્રોમ લાઈન કામગીરીથી ઇન્દ્રનગર-ગોકુલનગર પ્રભાવિત
હિંમતનગરમાં વિકાસકામો દરમિયાન પીવાના પાણીની પાઈપલાઈનો તૂટવાના બનાવો વધી રહ્યા છે, જેના કારણે શહેરીજનોને સમયસર પાણી મળી રહ્યું નથી.બેરણા રોડ પર ચાલી રહેલા સ્ટ્રોમ વોટર લાઈનના કામ દરમિયાન પાઈપલાઈન તૂટી જતાં ઇન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના બેરણા રોડ પર બ્રહ્માકુમારીઝ નજીક વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઈપલાઈનની કામગીરી ચાલી રહી છે. ગુરુવારે વહેલી સવારે ગોકુલધામ સોસાયટી નજીક આ કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટી ગઈ હતી. પાઈપલાઈન તૂટવાને કારણે ઇન્દ્રનગર, ગોકુલનગર સહિતના આસપાસના વિસ્તારોમાં સવારે પીવાનું પાણી આવ્યું ન હતું. આ અંગે નગરપાલિકાના કમ્પ્લેન નંબર પર ફોન કરવા છતાં કોઈએ કોલ રિસીવ કર્યો ન હોવાની ફરિયાદો ઉઠી હતી. હિંમતનગર નગરપાલિકાના પૂર્વ સદસ્ય રાકેશભાઈ પટેલે સોશિયલ મીડિયા દ્વારા વિસ્તારના લોકોને જાણ કરી હતી કે, સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરીને કારણે પાણીની પાઈપલાઈન તૂટી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, લાઈનના રિપેરિંગનું કામ ચાલુ છે અને કામ પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.
Read Original Article →