હિંમતનગરમાં પાલિકા પ્રમુખઉપપ્રમુખનું સન્માન:હરસિદ્ધિ સોસાયટીએ પ્રશ્નો રજૂ કર્યા, નિરાકરણની ખાતરી મળી
હિંમતનગરની હરસિદ્ધિ સોસાયટીમાં ગત રાત્રીએ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને વોર્ડના સદસ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સોસાયટીના રહીશોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના નિરાકરણ માટે પ્રમુખે ખાતરી આપી હતી. મહાવીરનગર સ્થિત હરસિદ્ધિ સોસાયટીના કોમન પ્લોટમાં આયોજિત આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયા અને ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડનું સન્માન કરાયું હતું. તેમની સાથે વોર્ડ નંબર 9ના વિજેતા સદસ્યો નીતિનકુમાર ડી. પરમાર, રાહુલકુમાર બી. પટેલ, વાચાબેન જે. જોષી અને શિલ્પાબેન પટેલનું પણ શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ અભિવાદન સમારોહ દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યોએ સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. 70 થી વધુ મકાનો ધરાવતી આ સોસાયટીના પ્રમુખ જયંતિભાઈ ચૌહાણ અને મંત્રી વિપુલ પટેલે પાલિકા પ્રમુખ સમક્ષ સોસાયટીના મુખ્ય પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં રસ્તાનું અયોગ્ય લેવલ સુધારવા, પીવાના પાણીની ઓછી ઉપલબ્ધતા, ગટર ચોકઅપ થવી અને નિયમિત સફાઈ ન થવી જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. રજૂઆત સાંભળ્યા બાદ પાલિકા પ્રમુખ અરુણાબેન કડિયાએ સોસાયટીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
Read Original Article →