હિંમતનગરમાં પશુ-પક્ષીઓ માટે કુંડા, ચાટ, માળાનું વિતરણ:સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા રાહત દરે વિતરણ કરાયું
હિંમતનગર શહેરના મહાવીરનગર ચાર રસ્તે રવિવારે સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા પશુ અને પક્ષીઓ માટે કુંડા, ચાટ અને માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સવારથી સાંજ સુધી ચાલ્યો હતો. સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે 500 કુંડા, 300 માળા અને 100 ચાટનું વિતરણ કરાયું હતું. આ પહેલનો ઉદ્દેશ ગરમીની ઋતુમાં પશુ-પક્ષીઓને પાણી અને આશ્રય પૂરો પાડવાનો છે. આ વિતરણ કાર્યક્રમમાં સ્માઈલ ફાઉન્ડેશનના પ્રમુખ મગનભાઈ રબારી, ટ્રસ્ટીઓ યોગેશભાઈ શાહ, લોકેશભાઈ પ્રજાપતિ, પી.એમ. સોની અને સંસ્થાની સેવાકીય ટીમ હાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે, સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા દર રવિવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવાનું કાર્ય પણ કરવામાં આવે છે.
Read Original Article →