કરણપુર પાસે સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી:ફાયર ટીમે 10 હજાર લીટર પાણીનો ઉપયોગ કરી બુઝાવી
હિંમતનગર તાલુકાના કરણપુર ગામ નજીક આવેલા રાજા વિહત સ્ક્રેપના ગોડાઉનમાં આજે આગ લાગી હતી. આ ઘટના નેશનલ હાઇવે પર ક્રિષ્ના હોટલ પાસે બની હતી. આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગનો કોલ મળતાની સાથે જ એક મિની ટેન્ડર અને એક બ્રાઉઝર (ફાયર એન્જિન) ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ફાયર ટીમે લગભગ પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાવવા માટે કુલ 10 હજાર લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Read Original Article →