સાબરકાંઠામાં વેકેશન પૂર્ણ, શૈક્ષણિક કાર્ય શરૂ:હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી પ્રવેશ અપાયો

Gujarat6/8/2026, 6:36:06 AM
સાબરકાંઠામાં વેકેશન પૂર્ણ, શૈક્ષણિક કાર્ય શરૂ:હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી પ્રવેશ અપાયો
સાબરકાંઠા જિલ્લામાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જિલ્લાની કુલ 1721 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં નવા સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધોરણ 1 થી 9, 11 અને 12 માં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાયે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં 1161 પ્રાથમિક શાળાઓ અને 560 માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે.
Read Original Article →